બે બાળકીઓનું ગાડીમાં ગુંગળાઇ જવાથી મોત

ગુંડગાવ : એક કારમાં બે માસુમ બાળકીઓનાં મોતનું કારણ બની. બંને બાળકીઓ કારની અંદર બેઠેલી હતી અને ત્યારે જ કારનો દરવાજો અંદરથી લોક થઇ ગયો. બંન્નેએ ગાડીનાં દરવાજા ખોલવાનો ભરપુર પ્રયાસ કર્યો પરંતુ ગાડીનો દરવાજો ખુલી શક્યો નહોતો. થોડા સમયમાં શ્વાસ રૂંધાવાનાં કારણે બંન્ને બાળકીઓનું મૃત્યુ થયું. 

ઘઠનાં ગુંડગાંવનાં કાદરપુર ગામની છે. મળતી માહિતી અનુસાર બંન્ને બાળકીઓ 2થી3 કલાક સુધી ગાડીમાં જ બંધ રહી હતી. જો કે તેનું મૃત્યું કેટલા સમયમાં થયું તે અંગે હજી સુધી જાણ થઇ શકી નથી. પ્રોપર્ટી ડિલર એવા સુરેશ ગામમાં જ પરિવારની સાથે રહે છે. પત્ની ઉપરાંત ઘરમાં બે પુત્રીઓ રિતિકા (2) અને હિમાંશી (4) છે કાલે રાત્રે તે કારમાં રમી રહી હતી અચાનક તેમણે કારનો દરાવોજ બંધ કરી દીધો. ઘરનાં લોકો આ વાતથી સંપુર્ણ અજાણ હતા. 

ત્રણ ચાર કલાક બાદ પરિવારનાં લોકોઓ જ્યારે બાળકીઓને શોધવા માટે નિકળ્યા ત્યારે બાળકીઓ ગાડીમાંથી જ મળી આવી હતી. બાળકીઓને બેભાન થઇ ગઇ છે તેવું સમજીને જ્યારે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ત્યારે ફરજપરનાં તબિબે તેને મૃત જાહેર કરી હતી. હાલ આ અંગે પોલીસે તપાલ ચાલુ કરી છે. 

You might also like