બેસ્ટ એક્ટર શાહિદ, બેસ્ટ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા

મુંબઈ, ગુરુવાર

મુંબઈમાં બુધવારે લાઈફ ઓકે સ્ક્રીન એવોર્ડ ૨૦૧૫ની જાહેરાત કરવામાં આવી હતી. આમા બેસ્ટ એક્ટરનો એવોર્ડ શાહિદ કપૂરને અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રિયંકા ચોપરાને મળ્યો હતો. શાહિદને આ એવોર્ડ ફિલ્મ ‘હૈદર’ માટે અને પ્રિયંકાને ફિલ્મ ‘મેરિકોમ’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પોપ્યુલર મેલ શાહરુખખાન અને ફીમેલ દીપિકા પાદુકોણ જાહેર થયાં હતાં. બેસ્ટ એક્ટર પોપ્યુલર મેલનો એવોર્ડ શાહરુખખાનને ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ અને બેસ્ટ એક્ટર પોપ્યુલર ફીમેલનો એવોર્ડ દીપિકા પાદુકોણનો એવોર્ડ ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ને મળ્યો છે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ ‘ક્વિન’ને ફાળે ગયો હતો.

એવોર્ડ મળ્યા બાદ શાહિદ કપૂર અને પ્રિયંકાએ ટ્વિટ પણ કર્યું હતું. શાહિદ કપૂરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એવોર્ડ મળવાથી આઈસક્રીમ કરતાં પણ વધુ સારું લાગી રહ્યું છે, જ્યારે પ્રિયંકાએ ટ્વિટ કરીને સ્ક્રીન ઈન્ડિયાનો આભાર માન્યો હતો.

સ્ક્રીન એવોર્ડમાં હેમામાલિનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે એન્ટરટેઈનર ઓફ ધ ઈયરનો એવોર્ડ સાજિદ નડિયાદવાળાને આપવામાં આવ્યો હતો.

એવોર્ડમાં કોણ કોણ છવાયું?

* બેસ્ટ ડાયરેક્ટર : વિકાસ બહલ ‘ક્વિન’

* બેસ્ટ એક્ટર નેગેટિવ રોલ (મેલ) : તાહિર રાજભસીન (મર્દાની)

* બેસ્ટ એક્ટર નેગેટિવ રોલ (ફીમેલ) : ઉમા કુરેશી (ડેઢ ઈશ્કિયાં)

* લાઈફ ઓકે હીરોઇન : આલિયા ભટ્ટ (હાઈ વે)

* લાઈફ ઓકે હીરો : શાહિદ કપૂર (હૈદર)

* બેસ્ટ જોડી : તબ્બુ-શાહિદ કપૂર (હૈદર)

* બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) : ઈનામુલ હક્ક (ફિલ્મિસ્તાન)

* બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) : તબ્બુ (હૈદર) અને સીમા પહુવા (આંખો દેખી)

You might also like