બેન્કો ડિપોઝિટ પરના વ્યાજદરમાં ઘટાડો કરશે?

અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવાના પગલે દેશની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૦.૪૦ બેઝિસ પોઇન્ટ રેટ કટની જાહેરાત કરી છે. જાહેર ક્ષેત્રની અન્ય બેન્કો પણ લોન ઉપરના વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી મજબૂત શક્યતા છે, પરંતુ બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે વ્યાજના દરમાં ઘટાડો કરાય તેવી શક્યતા તેજ બની છે. એક બાજુ બેન્કો ડિપોઝિટ પર ઊંચું વ્યાજ ચૂકવે છે તો બીજી બાજુ રેપો રેટ ઘટાડતાં લોન ઉપરના વ્યાજના દરમાં ઘટાડાની જાહેરાત કરે છે ત્યારે બેન્કોને ઊંચા વ્યાજની ડિપોઝિટ પડતર ખર્ચાળ સાબિત થઇ શકે છે.બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કો ડિપોઝિટ પરના રેટમાં ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે બેન્કો લોન ઉપરના બિઝનેસ કારોબારને વધારવા કમર કસી શકે છે. એવા સંજોગોમાં જો બેન્કો ડિપોઝિટ ઉપરના વ્યાજના દર હાલ છે તે જાળવી રાખે તો બેન્કો માટે તે બોજારૂપ સાબિત થઇ શકે છે અને તેને કારણે બેન્કો પાસે વધુ નાણાકીય પ્રવાહિતાને લઇને આગામી દિવસોમાં બેન્કો ડિપોઝિટ ઉપરના વ્યાજના દરમાં ઘટાડો કરવા માટે મજબૂર બની શકે છે.
You might also like