બેઠકોની વહેંચણી પ્રશ્ને ભાજપ પર તીવ્ર દબાણ

પટણા : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ ભાજપમાં પણ બેઠકોની વહેંચણીને લઇને સાથી પક્ષોનું દબાણ સતત વધી રહ્યું છે. સાથી પક્ષોને એવી ચિંતા સતાવી રહી છે કે, જો બેઠકોની વહેંચણીમાં વિલંબ થશે તો તેની સીધી અસર ચૂંટણી પ્રચાર ઉપર થશે. ભાજપના બિહારમાં મહત્વપૂર્ણ સાથી પક્ષ લોકજનશક્તિ પાર્ટીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, જો આમા વિલંબ થશે તો તેની સીધી અસર ચૂંટણી ઉપર થશે.

જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી કોઇપણ વિવાદ વગર પૂર્ણ થઇ ચુકી છે. હવે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચિંતા સતાવી રહી છે. ભાજપ અને સાથી પક્ષો એમ માનીને ચાલી રહ્યા છે કે, જેડીયુ અને આરજેડીમાં ગઠબંધન હોવાની સ્થિતિ છતાં તેમની વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ થશે અને તેની અસર ચૂંટણી પ્રચાર ઉપર થશે પરંતુ બે દિવસ પહેલા જ ભાજપને મોટો ફટકો પડી ગયો છે. જેડીયુ અને આરજેડી વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને કોઇ ખેંચતાણ થઇ નથી.

બે દિવસ પહેલા જ ભાજપ અને એલજેપીને પણ મોટો ફટકો પડ્યો હતો. એલજેપીના વરિષ્ઠ નેતા ચિરાગ પાસવાને શુક્રવારના દિવસે આ સંબંધમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને બેઠકોની વહેંચણીની પ્રક્રિયા વહેલી તકે કરવાની માંગણી કરી હતી. પાસવાને જૂન મહિનામાં જ બેઠકોની વહેંચણી મુદ્દે આગળ વધવા કહ્યું હતું પરંતુ તે મુદ્દે વાતચીત આગળ વધી શકી ન હતી.

You might also like