'બેગી ગ્રીન કલ્ચર' કલાર્કની કપ્તાનીમાં જોવા નથી મળ્યું: બુચનાન

સિડની: ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો ઇરાદો વ્યક્ત કરી ચૂકેલ ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ કલાર્કની ઓસ્ટ્રેલિયાના ટીમના પૂર્વ કોચ જોન બુચનાને ટીકા કરી છે. તેમણે કહ્યું કે કલાર્કની કપ્તાનીમાં ‘બેગી ગ્રીન કલ્ચર’ની અસર ક્યાંય જોવા મળી નથી. ૩૪ વર્ષીય કલાર્કે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ ખરાબ રીતે હાર્યા પછી પાંચમી ટેસ્ટ પછી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જ્યારથી કલાર્કે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે ત્યારથી તેની કરિયરના ટીકાકાર અને પૂર્વ ક્રિકેટરોના નિશાન પર છે જેમાં બુચનાન એક છે.બુચનાને ‘ન્યૂઝ ડોટ કોમ ડોર એયૂ’ને કહ્યું કે, સ્ટીવ વૉ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ અને અન્ય ક્રિકેટરોએ બેગી ગ્રીન કલ્ચરને વિશિષ્ટ રીતે જાળવી રાખવા ખૂબ સારી કોશિશ કરી છે. પરંતુ મને લાગ્યું છે કે, માઇકલની કપ્તાનીમાં આ ખતરામાં આવી ગયું હતું અને કેટલીક હદ સુધી તો ગાયબ પણ થઇ ગયું જેનાથી હું નિરાશ છું. ૬ર વર્ષના બુચનાને એ પણ કહ્યું કે તે કલાર્ક ટીમના કલ્ચરમાં ફિટ થઇ શક્યા નથી. મને યાદ છે જ્યારે મેથ્યુ હેડન અને જસ્ટિન લેંગર તેની સાથે બેસી તેમનો પ્લાન બતાવતા હતા અને ચર્ચા કરતા હતા. બુચનાનની  જેમ પૂર્વ ટેસ્ટ ઓપ‌નિંગ બેટસમેન હેડને પણ કલાર્કની ટીકા કરતા કહ્યું કે પોતાની કરિયરની શરૂઆતમાં કલાર્કને તેના સાથી ખેલાડીઓ સાથે ઓછું બનતું હતું. એન્ડ્રયુ સાયમંડને પણ કલાર્ક સાથે બનતું ન હતું. સાયમન્ડસે કહ્યું  બીજા કપ્તાનોની જેમ કલાર્ક પ્રાકૃતિક લીડર ન હતો.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટે તેને એક સારો કેપ્ટન અને રોલમોડલ પણ ગણાવ્યો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એકિઝકયુટીવ ઓફીસર જેમ્સ સધરલેન્ડે માઈકલ કલાર્કને એક સાહસિક ખેલાડી ગણાવ્યો  હતો, તો ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટે કહ્યુ હતું કે, કેપ્ટન તરીકે તેની ખોટ સાલશે. ટ્રેન્ટ બ્રીજમાં મળેલી હારને કારણે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન માઈકલ કલાર્કે નિવૃતિની જાહેરાત કરતા કહ્યુ હતું કે એશીઝ પછી હું મારા ૧૨ વર્ષના ક્રિકેટને અલવિદા કરી દઈશ.  સધરલેન્ડે કહ્યું હતંલ કે, ‘સાહસ  અને તે જે રીતે ક્રિકેટ રમતો હતો એ માટે તેને યાદ કરવામાં આવશે. તે એક મહેનતુ ખેલાડી હતો. તેણે પોતાની શરતે નિવૃતિ લીધી છે. પરંતુ તેની શાનદાર કરીઅરનો અંત આ રીતે નહોતો આવવો જોઈતો.’  એશીઝમાં અત્યાર સુધી તેણે છેલ્લી આઠ ઈનિંગ્સમાં ૧૧૭ રન જ બનાવ્યા હતા. છેલ્લા ૨૦ મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાં તે બે વખત ૫૦ થી વધુ રન બનાવી શકયો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટે પણ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માટે કલાર્કે આપેલી સેવાને યાદ કરતા કહ્યુ હતું કે, ‘તે માત્ર એક સારો ખેલાડી અને કેપ્ટન જ નહીં, એક સારો રોલમોડલ પણ છે. ખાસ કરીને ગયા વર્ષે ફિલિપ હ્યુઝના અચાનક થયેલા નિધન વખતે તેણે એ વાત સાબિત કરી આપી હતી.
 

You might also like