બેંગકોક બ્લાસ્ટનો અારોપી દિલ્હી થઈને તુર્કી ભાગી જવામાં સફળ

બેંગકોકઃ થાઈલેન્ડના બ્રહ્મા મંદિરમાં ગત મહિને થયેલા ઘાતક બોમ્બબ્લાસ્ટની તપાસ દરમિયાન મલેશિયન અને હાઈ અધિકારીઅોને જાણવા મળ્યું છે કે અા બોમ્બબ્લાસ્ટનો મુખ્ય અારોપી ભારત થઈને તુર્કી ભાગી જવામાં સફળ રહ્યો છે. થાઈ પોલીસના પ્રવક્તાઅે જણાવ્યું હતું કે અા શખસ ચીનના પાસપોર્ટ પર અબ્દુર રહેમાન, અબ્દુર સતાર્કના નામથી બાંગ્લાદેશ ગયો હતો અને ત્યાંથી ૩૦ અોગસ્ટના રોજ નવી દિલ્હી અને અબુધાબી થઈને પોતાની અાખરી મંજિલ તુર્કીના ઇસ્તંબૂલ પહોંચી ગયો હતો.

તપાસમાં અેવું બહાર અાવ્યું છે કે અા અારોપી ચીની નાગરિક છે અને તુર્કી ફરાર થઈ જતાં પહેલાં તેને ભારતનો રસ્તો પસંદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બેંગકોકમાં થયેલા અા બ્લાસ્ટમાં ૨૦ લોકો માર્યા ગયા હતા.

પ્રારંભિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે અબ્દુર રહેમાન ઉર્ફે ઇજાન નામનો અા શખસ અા હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને તેણે અા બ્લાસ્ટને અંજામ અાપ્યો હતો. પાછળથી એવી ખબર પડી હતી કે ઇજાન વિસ્ફોટના એક દિવસ પહેલાં જ એટલે કે ૧૬મી અોગસ્ટે બાંગ્લાદેશ જતા વિમાનમાં સવાર થઈને થાઈલેન્ડ જવા નીકળ્યો હતો. થાઈલેન્ડ પોલીસના પ્રવક્તાઅે જણાવ્યું હતું કે અા શકમંદ અારોપી ૩૦ અોગસ્ટના રોજ બાંગ્લાદેશથી પસાર થઈને નવી દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી અબુધાબી જઈને છેવટે તુર્કી પહોંચી ગયો હતો. થાઈલેન્ડ પોલીસે તેને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ માગી છે.

You might also like