બુદ્ધિશાળી લોકો લાંબું જીવે

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સાયન્ટિસ્ટોએ એક હાઈપોથીસિસ તૈયાર કરી છે કે ઈન્ટેલિજન્ટ લોકો વધુ પૈસા કમાય છે અને વધુ ઊંચી સોશિયલ લાઈફ જીવે છે, જેને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે સજાગ હોય છે. પરિણામે તેઓ લાંબું જીવે છે. રિસર્ચરોએ ‌સ્વિડન, અમેરિકા અને ડેન્માર્કના નોન-આઈડેન્ટિકલ ટ્વીન્સની આવરદાની તપાસ કરી આ તારણ કાઢ્યું છે. આઈડે‌િન્ટકલ ટ્વીન્સ એટલા માટે નહીં કે તેમના તમામ જીન્સ લગભગ સરખા હોય છે. નોન-આઈડેન્ટિકલ ટવીન્સના લગભગ અડધા જીન્સ મળતા આવે છે. રિસર્ચરોએ અલગ અલગ ઈન્ટેલિજન્સ ધરાવતા નોન-આઈડેન્ટિકલ જોડિયાં ભાઈ-બહેનો અને તેમની આવરદાનો ડેટા એકઠો કર્યો હતો અને એનું વિશ્લેષણ કર્યું હતું. 

You might also like