બી.કોમ.ના ત્રીજા રાઉન્ડના અંતે ૨૨૦૦ બેઠક ખાલી રહી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની પ્‍ાાંચ વિદ્યાશાખામાં પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે હજુ પ્‍ાણ 2200 બેઠક ખાલી પ્‍ાડી રહી હોવાનું એ‍ડમિશન કમિટી દ્વારા જણાવાયું છે. 

યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટીના બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. તેમજ પ્‍ાાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ કોર્સ એમ.બી.એ. અને એમ.એસસી. (સી.એ. એન્ડ અાઈ.ટી.)ની કુલ 28000 બેઠકો માટે અોનલાઈન પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટી (જીયુએસી) દ્વારા હાથ ધ્‍ારવામાં અાવી હતી. અા પ્રક્રિયા અંતર્ગત કુલ 33000 અરજીઅો અાવી હતી. તેમાંથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે કુલ 5000 બેઠકો ખાલી પ્‍ાડી રહી હતી. અા 5000 બેઠકો માટે તા. 12 અને 13 અોગસ્ટના રોજ ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધ્‍ારવામાં અાવી હતી. અા 5000 બેઠકો માટે 2844 અરજીઅો અાવી હતી. જેમાંથી ગઈ કાલે સાંજ સુધ્‍ાીમાં 2800 જેટલા વિદ્યાર્થીઅોએ પ્રવેશ મેળવી લીધ્‍ાો છે. અા અંગે જીયુઅેસીના કોઅોર્ડિનેટર સૌરભ ચોકસીએ જણાવ્યું હતું કે જીયુએસી દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે તા.12 અને 13 અોગસ્ટના રોજ ત્રીજો રાઉન્ડ યોજાયો હતો. જેમાં 5000 બેઠક સામે માત્ર 2844 અરજીઅો અાવી હતી. અા બે દિવસ દરમિયાન અંદાજે 2800 જેટલા વિદ્યાર્થીઅોએ પ્રવેશ મેળવી લીધ્‍ાો છે. અાજે એક દિવસ લંબાવવામાં અાવ્યો છે. કારણ કે ગઈકાલે વિદ્યાર્થીઅોએ ફી ભરી દીધ્‍ાી હોય અને રિપ્‍ાોર્ટિંગ બાકી હોય તેમના માટે અાજનો દિવસ લંબાવાયો છે. જેમાં જે તે વિદ્યાર્થી પ્‍ાોતાનો પ્રવેશ નક્કી કરી શકે.

એમ.કોમ.માં 596 બેઠકો ખાલી રહી 

ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટી દ્વારા એમ.કોમ.માં પ્રવેશ માટે વિવિધ્‍ા કોલેજોની 4300 બેઠકો માટે અોનલાઈન પ્રક્રિયા હાથ ધ્‍ારાઈ હતી. જેના અંતર્ગત બે રાઉન્ડના અંતે 3704 જેટલી બેઠકો ભરાઈ ગઇ છે. બે રાઉન્ડ બાદ 596 બેઠકો ખાલી પ્‍ાડી હતી. અા બેઠકોને જીયુએસી દ્વારા વિવિધ્‍ા કોલેજોને ભરવા માટે સોંપ્‍ાી દેવામાં અાવી છે.

 

You might also like