બીએસઈએ આવતી કાલથી ૧૭ કંપનીઓનું શેર ટ્રેડિંગ બંધ કર્યું

મુંબઇઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જે આવતી કાલથી અમલી બને તે રીતે ૧૭ કંપનીનું ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ કંપનીઓની યાદીમાં રાજ ઇરિગેશન પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ તથા કોહિનૂર બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પણ સમેલ છે. આ કંપની આવતી કાલ ૨૬ ઓગસ્ટથી ટ્રેડિંગ કરી શકશે નહીં. સ્ટોક એક્સચેન્જે નાના રોકાણકારોની મૂડીનું ધોવાણ થતું અટકાવવાના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લીધો છે. બીએસઇએ જણાવ્યું છે કે સેબીના માપદંડ તથા નિયમો અનુસાર ૧૭ કંપનીઓનું શેર ટ્રેડિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.આગમ કેપિટલ, ડાયનામિક માઇક્રો., આરએફએલ ઇન્ટરનેશનલ, એસવીસી રિસોર્સ જેવી કંપનીઓ પણ લિસ્ટમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે શેરબજારમાં આવેલી મોટી વધ-ઘટના સમયે કંપનીઓ દ્વારા સેબીના નિયમોની ઉપરવટ જઇને રીતરસમો અપનાવાતી હતી, જેમાં ખાસ કરીને સેબી દ્વારા નક્કી કરેલાં માપદંડોને અનુસરવામાં આવા નહોતા. એક્સચેન્જની સામે આ વિગતો બહાર આવતાં બીએસઇએ ૧૭ કંપનીઓનું ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
You might also like