બિહાર: સપાએ જનતા પરિવાર સાથે છેડો ફાડ્યો, એકલા હાથે લડશે ચૂંટણી

લખનઉ: સમાજવાદી પાર્ટીએ બિહારની ચૂંટણીમાં એકલા જ લડવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાહેરાત સપા મહાસચિવ રામગોપાલ યાદવે ગુરૂવારે કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટીના સંસદીય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે. રામગોપાલ યાદવના અનુસાર પાર્ટી ત્યાં કેટલી સીટો પર ચૂંટણી લડશે, તેનો નિર્ણય મુલાયમ સિંહ યાદવ બિહારના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ નક્કી કરશે. 

પ્રોફેસર રામ ગોપાલે કહ્યું હતું કે સપાએ બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને કોઇ અંદાજો પણ લગાવ્યો ન હતો. સીટોની વહેંચણી અંગે પણ કોઇની સલાહ પણ લેવામાં આવી ન હતી. આ કારણે જ સપાના મહાગઠબંધનમાં વિલય કરવામાં નહી આવે. તેમણે કહ્યું હતું કે બિહારમાં અમને મહાગઠબંધન જેટલી સીટો આપે છે, તેનાથી અનેક ઘણી જીતશે. તેમણે કહ્યું કે અમને બિહારમાં ફક્ત પાંચ સીટો આપીને સપાને અપમાનિત કરવામાં આવી. પાર્ટી હવે બિહારમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે. 

જો કે મહાગઠબંધનમાં સીટ વહેંચણીને લઇને નારાજ સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે પટણાના ગાંધી મેદાનમાં આયોજિત સ્વાભિમાન રેલીમાં ન જઇને પોતાના ઇરાદા જાહેર કરી દીધા હતા. જો કે તે રેલીમાં શિવપાલ યાદવને જરૂર મોકલવામાં આવ્યા હતા. 

સીટ વહેંચણી બાદ જ સપાની અંદર આ ગઠબંધનને લઇને નારાજગી ચાલી રહી હતી. ત્યારબાદ સીટ વહેંચણીમાં પણ માત્ર 2 સીટો આપીને સપાનું અપમાન કરવામાં આવ્યું. જ્યારે આ મુદ્દે પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તો આરજેડી સુપ્રીમો લાલૂ યાદવે વધુ ત્રણ સીટો આપવાની જાહેરાત કરી.  

પરંતુ આ તે સીટો એનસીપીના મહાગઠબંધનથી દૂર થયા બાદ ખાલી થઇ હતી. તેનાથી સપા સુપ્રીમો અને નારાજ થઇ ગયા. એટલું જ નહી સીટ વહેંચણીમાં સપાને દૂર રાખવામાં આવી અને ફક્ત કેટલી સીટો આપવામાં આવી રહી છે તેની જાહેરાત સંભળાવી દેવામાં આવી. 

આ મામલે બિહાર સપાની એકમ મહાગઠબંધનના નેતાઓ સાથે ઘણીવાર વિરોધ નોંધાવી ચૂક્યા છે, પરંતુ કોઇ સુનાવણી થઇ નથી. માનવામાં આવી રહ્યું છે કે સીટોની વહેંચણીની રમત પાછળ લાલૂ પ્રસાદ યાદવનો હાથ છે. 

લાલૂ પ્રસાદ યાદવ રાજ્યમાં યાદવ વોટ બેંકની સાથે કોઇ સમજૂતી કરવા માંગતા નથી એટલા માટે તે સપાને ખાસ મહત્વ આપવા માટે તૈયાર નથી પરંતુ આ આખા મામલામાં સ્પષ્ટ થઇ ગયું છે કે ગઠબંધનના નેતા ભલે નીતીશ હોય પરંતુ કમાન લાલૂ યાદવના હાથમાં છે. 

 

You might also like