બિહાર ચૂંટણી: NDAમાં સીટની વહેંચણી મુદ્દે વિવાદ

પટના : ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં આવાસ પર આજે દિલ્હીમાં આયોજીત એનડીએની બેઠકમાં બિહાર ચુંટણી અંગે ચર્ચા થઇ હતી. સૂત્રોનાં અનુસાર તેમાં સીટોની વહેંચણી અંગે અંતિમ સંમતી થઇ શકી નહોતી.સુત્રો અનુસાર ભાજપ 150થી 160 સીટો પર લડવા માંગે છે. મળતી માહિતી અનુસાર આજની બેઠકમાં એનડીએનાં ઘટક દળો રાલોસપાનાં પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા, લોજપા સુપ્રીમો રામવિલાસ પાસવાન તથા હમનાં પ્રમુખ જીતનરામ માંઝીનો સમાવેશ થાય છે.

બેઠકમાં બિહાર ચૂંટણીનાં અધ્યક્ષ ભુપેન્દ્ર યાદવ તથા અનંત કુમાર પણ ભાગ લીધો હતો. બેઠકની અધ્યક્ષતા ભાજપ અધ્યક્ષ અમિતશાહે લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બેઠકનાં મુદ્દે તમામ પક્ષો વચ્ચે સંમતી સાધી શકાઇ નથી. ભાજપ 150-160 સીટો પર ચુંટણી લડવા માંગે છે. તેઓ સહયોગીઓનાં માટે વધારેમાં વધારે 90 સીટો વહેંચવા માંગે છે. બીજી તરફ સહયોગી ઇચ્છે છે કે ભાજપ 102 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. 

સુત્રોનાં અનુસાર બેઠકમાં એક સપ્ટેમ્બરનાં રોજ ભાગલપુરમાં થનારા પરિવર્તન રેલી પર પણ ચર્ચા થઇ. કાલની રેલી બાદ સીટની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. બેઠક બાદ હમનાં અધ્યક્ષ જીતનરામ માંઝીએ કહ્યું કે આગામી 7 સપ્ટેમ્બર સુધી સીટોની વહેંચણી પર અંતિમ સંમતી આવી જશે. બેઠકમાં રહેલા રામવિલાસ પાસવાને કહ્યું કે બેઠક સૌહાર્દપુર્ણ વાતારવરણમાં થઇ અને કોઇ પ્રકારનો વિવાદ થયો નહોતો. 

You might also like