બિહાર ચૂંટણી: લાલુની ધમકી, ‘અનામત દૂર થશે તો ફાંસીએ ચડી જઇશ’

બિહાર: બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડવાના એક દિવસ પહેલાં શનિવારે ફરી એકવાર આરજેડી સુપ્રીમો લાલૂ યાદવે વિપક્ષ પર હૂમલો કર્યો છે.આરજેડી પ્રમુખ લાલૂ યાદવે નવાદામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધમકી આપી હતી કે જો પછાતવર્ગની અનામત દૂર કરી દેવામાં આવશે તો તે ફાંસી લગાવી દેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદનું આ નિવેદન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના તે નિવેદન પર આવ્યું છે. જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે સરકારને અનામતની સમીક્ષા કરવી જોઇએ. 

લાલૂ પ્રસાદે જૂની વાતોને વાગોળતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કહે છે કે લાલૂ શૈતાન છે, હું યદુવંશી છું, પછાત છું એટલા માટે મને શૈતાન કહે છે. હું કહું છું કે જો હું શૈતાન છું તો તમે બ્રહ્મ પિશાચ છો. તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે બિહારમાં જંગલરાજ છે, શું બિહારના લોકો જંગલી છે. આ પહેલાં લાલુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે ભાજપની હાલત પતળી કરી દીધી છે. બિહારમાં પીએમને પંચાયત સ્તરથી માંડીને ગલીઓમાં સભાઓ કરવી પડી રહી છે, બિહારને પીએમ નહી સીએમ જોઇએ છે. 

You might also like