બિહાર ચૂંટણી માટે મહાગઠબંધને ૨૪૨ ઉમેદવારોની યાદી જાહેર કરી

પટણાઃ મહાગઠ બંધનમાં ઉમેદવારોના નામોની યાદી મુખ્યમંત્રી નીતીશકુમારની સાથે જ ત્રણ પક્ષોના પ્રદેશ અધ્યક્ષોએ જેડીયુ પ્રદેશ કાર્યાલયમાં જાહેર કરી હતી. નીતીશકુમારે કહ્યું કે, સમાજના બધા જ વર્ગોના ઉમેદવારો બનાવવામાં આવ્યા છે. નીતીશકુમારે કહ્યું કે સીટોની સંખ્યા તેમજ કોઇ પણ સીટ પર કયો પક્ષ ચૂંટણી લડશે તે અંગે કોઇ વિવાદ નથી. ૧૬ ટકા સામાન્ય વર્ગ, પપ ટકા દલિત વર્ગ અને ૧૬ ટકા એસસીએસટી અને ૧૪ ટકા મુસલમાન સમાજના ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો છે. 

પટણામાં પત્રકાર પરિષદને સંબોધતા કુમારે દાવો કર્યો હતો કે, મહાગઠબંધન સંયુક્ત રીતે છે. એનડીએમાં જે રીતે મતભેદ છે તેવા મતભેદ આ મહાગઠબંધનમાં નથી. બિહારના લોકો ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ભાજપની વિભાજનકારી નીતિઓને લોકો જોઈ રહ્યા છે. 

યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી નિતિશકુમારે જારી કરી હતી અને કહ્યું હતું કે, સમાજના તમામ વર્ગોના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય કેટેગરીમાંથી ૧૬ ટકા, પછાતમાંથી ૫૫ ટકા, એસસી અને એસટીમાંથી ૧૫ ટકા, લઘુમતિ સમુદાયમાંથી ૧૫ ટકાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ભાજપ અને સંઘની જોરદાર ઝાટકણી કાઢતા તેમણે અનામત સામે આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સંઘના ઈશારે ભાજપ ચાલે છે. અનામતની સમીક્ષા કરવા બંધારણીય સમિતિની વાત થઈ રહી છે. 

ભાગવતની વિચારધારા મુજબ હવે સરકાર આગળ વધી શકે છે. બંધારણમાં કોઈપણ સુધારા સંસદમાં કરી શકાય છે. નિતિશકુમારે આક્ષેપોનો જોરદાર મારો ચલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સંઘના અભિપ્રાયની સામે બોલવાની સ્થિતિમાં ભાજપ નથી. આરએસએસનો મત ભાજપ માટે અંતિમ હોય છે. ભાજપ સંઘ અને સ્વયં સેવકના રાજકીય સંગઠન તરીકે છે. ભાગવત જે કંઈપણ કહે છે તે અંતિમ હોય છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,બિહારના વિકાસ ઉપર ચુંટણી લડવામાં આવશે.

ભાજપનો આ આંતરીક મામલો છે. પરંતુ એનડીએની બિલકુલ વિરુદ્ધમાં મહાગઠબંધનમાં બિલકુલ મતભેદ નથી. પ્રથમ તબક્કાની ચુંટણી માટે આજે ઉમેદવારી પત્ર દાખલ કરવાનો અંતિમ દિવસ હતો. બિહારમાં જેડીયુ અને આરજેડી ૧૦૧-૧૦૧ બેઠક પર ચુંટણી લડનાર છે. જ્યારે કોંગ્રેસ ૪૧ બેઠક પર ચુંટણી લડશે. બિહારમાં પાંચ તબક્કામાં ૧૨મી ઓક્ટોબર અને ૫મી નવેમ્બર વચ્ચે મતદાન થશે. મતગણતરી ૮મી નવેમ્બરના દિવસે યોજાશે. લાલુ કહી ચુક્યા છે કે જો આરજેડીને વધુ બેઠક મળશે તો પણ નિતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે.

નીતીશકુમારે આરેઅસએસ પ્રમુખ મોહન ભાગવત વિશે કહ્યું કે તેમની વાતોથી ખબર પડે છે કે તેઓ હાલની અનામતની નીતિને સંતોષકારક માનતા નથી. મોહન ભાગવત ઇચ્છે છે કે સંવિધાનથી અલગ એવી સમિતિનું નિર્માણ કરવામાં આવે જે તેની સમીક્ષા કરી કે કોને અને કેટલી અનામત દેવામાં આવી જોઇએ એનો અર્થ એ છે કે સરકાર પણ તેમાં સામેલ થવી જોઇએ નહીં.

મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે તે અને તેમનું મહાગઠબંધન વિકાસના મુદ્દે જ ચૂંટણી લડશે. આજ તેની માટે મહત્વનો મુદ્દો છે. ભાજપ પર પ્રહારો કરીને કહ્યું કે, તમે જોઇ રહ્યા હશો કે વિતેલા સમયમાં તેઓના અંદરખાને ખૂબજ ખેંચતાણ ચાલી રહી છે જો કે તે તેમનો મુદ્દો છે. અમારે આવું બનતું નથી.

 

You might also like