બિહાર ચૂંટણીથી દૂર રાખવા રાહુલને અમેરિકા મોકલી દેવાયા?

નવી દિલ્હી: કોંગ્રેસે ગઇકાલે જાહેર કર્યું હતું કે કોંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધી અમેરિકા એક કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા છે. જયારે બીજેપીએ દાવો કર્યો હતો કે બિહારમાં કોંગ્રેસની સહયોગી પાર્ટીઓ રાહુલને પ્રચારમાં ભાગ લેવા દેવા નથી ઇચ્છતી એટલે રાહુલને બળજબરીથી વેકેશન પર મોકલી આપવામાં આવ્યા છે. બીજેપીના આ દાવાને કોંગ્રેસે હળાહળ જુઠ્ઠો ગણાવ્યો છે. બીજેપી પર વળતો હુમલો કરતાં કોંગ્રેસના પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે બીજેપી બિહારમાં ચૂંટણીમાં પોતાની હાર નક્કી છે એમ જાણી ગઇ છે અને એથી હવામાં પુડીઓ છોડે છે. રાહુલ ગાંધી  અમેરિકામાં એસ્યેન ગયા છે. ત્યાં તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોના નેતાઓ સાથે મળીને વિચાર-વિમર્શ કરે છે. કોન્ફરન્સમાં રાજનીતિ, ફાઇનેન્સ, ટેકનોલોજી, મીડિયા, મેડિસિન, રમતગમત જેવા ક્ષેત્રોના નેતાઓ મળીને વિવિધ મુદ્દે ચર્ચા કરે છે.  રાજદીપસિંહનું આ વકતવ્ય બીજેપીના પ્રવકતા સંબિતપાત્રાના નિવેદન પછી આવ્યું હતું. સંબિતપાત્રાએ વિશેષ ટીકા કરતા જણાવ્યું હતું કે રાહુલને બળજબરીથી વેકેશન પર મોકલી દેવામાં આવ્યા છે. કારણ કે મહાગઠબંધનની સહયોગી પાર્ટીઓ તેમને બિહારના પ્રચારમાંથી બહાર રાખવા માગે છે.
 
You might also like