બિહારમાં શિવસેના લડશે સ્વતંત્ર ચૂંટણી

પટના : બિહાર વિધાનસભા ચુંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ભાજપ ખુશ છે તો હવે નીતીશની આગેવાનીવાળુ સંગઠન શિવસેનાની એન્ટ્રીથી ખુશ છે. શિવસેનાએ બિહારમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે તેણે સ્પષ્ટતા કરી છે કે તે એનડીએનાં ઘટક દળ તરીકે નહી પરંતુ સ્વતંત્ર ચૂંટણી લડશે. તેની વિધિવત્ત જાહેરાત ટુંકમાં જ કરવામાં આવશે. રાઉતે કહ્યું કે અમે એનડીએની સાથે ચૂંટણી નહી લડીએ. 

રાઉતનાં જણાવ્યા અનુસાર ભાજપની સાથે ચૂંટણી લડવાનો કોઇ સવાલ જ પેદા નથી થતો. એનડીએમાં ભાજપની સાથે તો મોટા મોટા લોકો છે. શિવસેના સાંસદ અને ઉદ્ધવ ઠાકરેનાં વિશ્વાસપાત્ર અનિલ દેસાઇ આગામી દિવસોમાં બિહાર જશે. પાર્ટી બિહારમાં રેલીનું પણ આયોજન કરી રહી છે. આ રેલીને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સંબોધિત કરશે.  સેનાએ દાવો કર્યો કે તેઓ બિહારનાં વિકાસ અને હિન્દુત્વનાં મુદ્દા પર ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે અમે બીજી પાર્ટીઓની ચિંતા નથી કરતા. જે સાચું છે કે શિવસેના મેદાનમાં આવતા મતોનું વિભાજન થશે પરંતુ તેમણે પણ સીટો વહેંચતા સમયે અમારો ખ્યાલ રાખવો જોઇતો હતો. 

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકારમાં હોવા છતા પણ બંન્ને પાર્ટીઓમાં કડવાટ છે. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને ભાજપે મહારાષ્ટ્રમાં બીજા નંબર પર ધકેલી દીધી હતી. બંન્ને પાર્ટીઓમાં સીટોની વહેંચણી અંગે પણ વાત થઇ શકી નહોતી અને તેમણે અલગ અલગ ચૂંટણીનો નિર્ણય કર્યો હતો. જો કે ચૂંટણી બાદ ભાજપની સરકારને શિવસેનાએ સમર્થન આપ્યું હતું. 

મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની સાથે ગઠબંધનમાં રહેતા ત્રણ દશક સુધી બિગ બ્રધરની ભુમિકામાં રહી હતી. જો કે વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ નાટકીય ચૂંટણી પ્રદર્શન કર્યું અને ભાજપની સ્વાયત સરકાર આવી હતી. હાલમાં જ માંસ પરનાં પ્રતિબંધ મુદ્દે પણ બંન્ને દળોમાં યોગ્ય પ્રમાણમાં તણાવ છે. ભાજપની વિરુદ્ધ શિવસેના આ પ્રતિબંધનાં મુદ્દે ખુબ જ તીખા હૂમલાઓ કરી રહ્યા છે. 

You might also like