બિહારમાં વડાપ્રધાનના ભાષણો અંગે ચૂંટણી પંચ તપાસ કરશે

પટણા : શેતાન અને યદુવંશજોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનોની આજે તપાસ કરશે. પંચ તપાસ હાથ ધરશે? શું વડાપ્રધાન બિહારની પોતાની ચૂંટણી રેલીમાં એવુ કાંઇ કહ્યુ કે જે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે. અતિરિકત મુખ્ય ચૂંટણી અધિકારી આર. લક્ષ્મણને કહ્યું કે, પંચની આચારસંહિતા સમિતિ મુંગેર જિલ્લાના મેજિસ્ટ્રેટની નિગરાનીમાં વડાપ્રધાનના ભાષણોની તપાસ કરશે. લક્ષ્મણને આ વાત તે પ્રશ્નોના જવાબમાં કહ્યું.

જેમાં પૂછવામાં આવ્યું હતું કે, મુંગેર અને અન્ય જગ્યાએ પોતાની રેલીઓ દરમ્યાન વડાપ્રધાને જેવી રીતે ‘શેતાન’ અને ‘યદુવંશી’ જેવા શબ્દોના ઉપયોગ કરશે. તેઓ આચારસંહિતાનું ઉલ્લંઘન છે કે નહી. દરમિયાનમા ચૂંટણી પંચે નેતાઓને વ્યક્તિગત ટીકાથી દૂર રહી સંયમ જાળવવા જણાવ્યું હતું. અહેવાલ અનુસાર લક્ષ્મણને કહ્યું બધા રાજનૈતિક નેતાઓના ભાષણોની તપાસ અને સમીક્ષા કરવી એ સામાન્ય કાર્યવાહીનો ભાગ છે. આ એટલે કરવામાં આવે છે કારણ કે આ વાતની તપાસ કરવામાં આવે.

આચારસંહિતાનુ ઉલ્લંઘન છે કે નહી. ગઇકાલે મુંગેરની એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, રાષ્ટ્રીય જનતા પક્ષના પ્રમુખ લાલુ યાદવ પોતાના વિવાદાસ્પદ બીફ અંગેના નિવેદનને દૂર કહી શકયા નહી કારણ કે ‘શેતાન’ તેની જીભ પર બેસીને તેને આ બધુ બોલાવ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, હું જાણુ છું કે શેતાનને લાલુ યાદવનું સરનામુ કેવી રીતે મળ્યું. તેઓ શેતાનને આવી રીતે ઓળખે છે. જેમ કે લોકો પોતાના સંબંધીઓને ઓળખે છે.

લાલુ યાદવના શેતાન સંબંધી નિવેદનને ફગાવીને વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, અત્યાર સુધી તો અમે વ્યકિતઓ સાથે લડી રહ્યા હતા. હવે એક શેતાન માણસના શરીરમાં ઘૂસી ગયો છે અને તે અમારી પાછળ પડી ગયા છે. વડાપ્રધાન મોદીએ લાલુ યાદવની ટીકા કરે છે કે તેઓએ યદુવંશીઓનુ અપમાન કર્યું છે. તેઓએ કહ્યું કે, તેઓ તો શું બધા ખાય છે ? તેના નિવેદને યદુવંશીઓનું અપમાન કર્યું છે. લાલુજી, આ યદુવંશીઓએ તેમને સત્ત્।ા સુધી પહોંચવામાં મદદ કરી હતી, શું આ બિહાર અને યાદવોનું અપમાન નથી.

You might also like