બિહારમાં મોદી મોદીનાં નારા સાથે નીતીશને ચપ્પલ દેખાડાયા

પટના : હાલનાં દિવસોમાં ચૂંટણી અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. બિહારમાં મુખ્યમંત્રી પોતાના પાર્ટીનાં પ્રચાર માટે મંગળવારે નવાદાનાં મહેમાન ઉગ્યા હતા. જો કે તેમની સભામાં માત્ર મોદી મોદીનાં નારા લાગ્યા હતા. નીતીશને ચપ્પલો પણ દેખાડવામાં આવ્યા હતા. નવાદામાં જેડીયુની સભામાં નીતીશ કુમાર જેવા બોલવા માટે ઉભા થયા કે એક જુથ દ્વારા તેમને ચપ્પલ દેખાડવામાં આવ્યા હતા. આ નારાઓનાં કારણે નીતીશને બોલવામાં પણ તકલીફ થઇ હતી. એક સમયે તેઓ અકળાઇ પણ ગયા હતા. થોડા સમય માટે તેઓએ ભાષણ પણ અટકાવી દીધું હતું. 

જો કે થોડા સમય બાદ નીતીશનાં કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને તે લોકોને સભામાંથી ખસેડી દેવાયા હતા. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે જે લોકોએ મોદીનાં સમર્થનમાં નારા લગાવ્યા તે ભાજપનાં કાર્યકરો હતા કે પછી સામાન્ય માણસો. ચૂંટણી દરમિયાન વારંવાર આવી પરિસ્થિતીઓ સર્જાતી હોય છે. જો કે બિહારનીં સાંપ્રત ચૂંટણીમાં આ પહેલી ઘટનાં છે જ્યારે આવું બન્યું હોય. 

You might also like