બિહારમાં ચૂંટણી પ્રક્રિયાનો આરંભઃ આજથી ઉમેદવારીપત્રો ભરાશે

પટણા: બિહારમાં આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા આજે શરૂ થઈ રહી છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ જશે. ૧૨ ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે.

પ્રથમ તબક્કામાં ૧૦ જિલ્લાની ૪૯ વિધાનસભા બેઠકો માટે ૧૨ ઓક્ટોબરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં સમસ્તીપુર, બેગુસરાઈ, ખગડિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નવાદા અને જમુઈ જિલ્લામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ૪૯ બેઠકોમાંથી ૩૪ બેઠકો મહાગંઠન પાસે છે. જ્યારે ભાજપ પાસે ૧૪ સીપીએમ પાસે એક બેઠક છે.

ચૂંટણીપંચે રાજ્યમાં પાંચ તબક્કામાં ૧૨ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. જ્યારે ૮ નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૩૮માંથી ૨૯ જિલ્લા નકસલ પ્રભાવિત છે. ગેરકાયદેસર શસ્ત્રો અને શરાબ ધરાવનારાઓ સામે પગલા લેવામાં આવશે. તમામ બેઠકો પર અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે. મતદારોની સુવિધાઓ માટે ઈવીએમમાં ઉમેદવારોની તસવીરો પણ મુકવામાં આવશે.

You might also like