બિહારમાં ચૂંટણી કાર્યક્રમની કોઈપણ સમયે જાહેરાત થશે

નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી  માટે આગામી થોડાક દિવસમાં જ આચારસંહિતા અમલી બની જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી  માટે કાર્યક્રમની શનિવાર બાદ કોઈપણ સમયે જાહેરાત કરવામાં આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક નિર્ણયો નિતિશકુમાર દ્વારા પણ ઝડપથી લેવામાં આવે તેવા સંકેત છે.

ચૂંટણી  પંચ દ્વારા ચૂંટણી  તારીખોની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ કોઈપણ નિર્ણયો લઈ શકાશે નહીં. પોલિસી નિર્ણય લેવામાં સરકાર પણ સક્ષમ રહેશે નહીં. આવી સ્થિતિમાં વહેલી તકે નિર્ણય કરવાની ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા છેલ્લા ઘણા દિવસથી તૈયારી કરી લેવામાં આવી છે. આના ભાગરૃપે ટૂંક સમયમાં જ હવે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે સરકાર અને જુદી-જુદી રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીમાં લાગેલી છે.

ખાસ કરીને ભાજપ અને મહાગઠબંધનના પક્ષો એકબીજાને પછાડવા માટે આક્રમક બનેલા છે. વડાપ્રધાન મોદી બિહાર ચૂંટણી  માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ ઓછામાં ઓછી પાંચ રેલી કરી ચુક્યા છે.

બિહારમાં વિધાનસભાની ચૂંટણી  આ વખતે ખૂબ જ પડાકરરૃપ રહે તેવા સંકેત છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી માં ભાજપ અને જેડીયુ એકસાથે હતા. પરંતુ આ વખતે બન્ને એકબીજાની વિરુદ્ધમાં છે. નીતીશકુમારની કેરીયર દાવ પર છે. લાલુ યાદવની કેરિયર દાવ પર લાગેલી છે.

You might also like