બિહારમાં એનડીએને ૧૧૯ અને મહાગઠબંધનને ૧૧૬ સીટ મળશે

નવી દિલ્હી : નવા સર્વે મુજબ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળા એનડીએને ૧૧૯ સીટો મળશે જે ૧૨૨ના બહુમતીના આંકડાથી ત્રણ સીટો ઓછી છે, જયારે સેકયુલર મહાગઠબંધનને ૧૧૬ સીટો મળશે અને ૮ સીટો અન્યોને મળશે.

સર્વેની માહિતી આપતાં બીજેપી અને એની સહયોગી પાર્ટીઓને ૪૩ ટકા મત મળશે એવી આગાહીકરવામાં આવી છે, જયારે સેકયુલર મહાગઠબંધનને ૪૧ ટકા મત મળશે. રાજયમાં ૨૦૧૦ની ચૂંટણીમાં એ વખતના બીજેપી, જનતા દળ યુનાઇટેડ ગઠબંધનને ૨૦૬ સીટો મળી હતી, જયારે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ અને રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને ૨૫ સીટો મળી હતી.

 

બિહારમાં વિધાનસભાની ચૂંટણી ૧૨, ૧૬, ૨૮ ઓકટોબર અને ૧ તથા ૫ નવેમ્બર એમ પાંચ તબક્કામાં યોજાશે. મતગણતરી ૮ નવેમ્બરે થશે.

You might also like