બિહારની રેલીમાં અકબરૂદ્દીન ઓવૈસીએ મોદીને શેતાન લેખાવ્યા

કિશનગંજ : ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લિમીનનાં પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસીનાં ભાઇ અકબરુદ્દીન ઓવૈસીએ બિહારનાં કિશનગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેમણે આ રેલોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો. ઓવૈસીએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઘણા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે 2002માં થયેલા તોફાનોનાં મુદ્દે વડાપ્રધાન મોદીને શેતાન અને જાલિમ પણ કહ્યા હતા. 

અકબરુદ્દીને કહ્યું કે ગુજરાતમાં મુસલમાનોને ઘેરીને મારવામાં આવ્યા. બાળકો અને મહિલાઓને જીવતા સળગાવી દેવાયા. તે સમયે કોંગ્રેસ ક્યાં હતી ? ગુજરાતનાં હત્યારાનાં હાથોમાં હથકડી હોત અને જેલમાં મોકલવામાં આવ્યા હોત તો કોંગ્રેસ અમારા લોકો માટે ગંભીર છે. કથિત સેક્યુલર લોકો કહે છે કે ભાજપને પૈસા મળ્યા છે. જ્યારે તમારે લોકોએ અમારા માટે કરવાનું હતું ત્યારે તમે ચુપ રહ્યા. મુસલમાનોનાં ઘરમાં લોકો ઘુસીને હત્યા કરતા રહ્યા. એવું કેમ થઇ રહ્યું છે.

હવે સમય આવી ગયો છે કે મુસલમાનો પોતાની વોટ બેંકનો ઉપયોગ થતો અટકાવે. ઓવેસીએ કહ્યું કે તેલંગાણા અસેમ્બલીમાં અમારા 8 ધારાસભ્ય હતા. આંધ્રપ્રદેશ તુટ્યા બાદ 7 બચ્યા છે. તેલંગાણામાં લધુમતી માટે 1 હજાર 10 કરોડનું બજેટ છે. અમે લોકો સરકાર પર દબાણ લાવીને ગરીબ મુસ્લિમો માટે વ્યવસ્થા કરાવી.

You might also like