બિહારની જેમ મહારાષ્ટ્રને કેન્દ્ર કેમ સ્પેશિયલ પેકેજ આપતું નથી ? શિવસેના

મુંબઈઃ શિવસેનાએ મહારાષ્ટ્રના ખેડૂતોની કફોડી હાલતને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે ફરી નિશાન તાક્યું છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે જો કેન્દ્ર સરકાર બિહારને રૂપિયા ૧.૨૫ લાખ કરોડનું પેકેજ આપી શકતી હોય તો વડા પ્રધાન મોદી આવી કૃપા મહારાષ્ટ્ર પર કેમ વરસાવતા નથી ? 

શિવસેનાએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર તરફથી કેન્દ્ર સરકારની તિજોરીમાં ૧.૭૫ લાખ કરોડ રૂપિયા જમા થાય છે. તેમાંથી મહારાષ્ટ્રના ખેડૂતોને ૨૫ હજાર કરોડ રૂપિયા આપવા જોઈએ.

શિવસેનાએ દેશનાં અર્થતંત્રને ‘ખિસ્સાકાતરું’ ગણાવ્યું હતું. શિવસેનાએ ‘સામના’માં લખ્યું છે કે એક ખિસ્સામાં હાથ નાખીને બીજા ખિસ્સામાં હાથ નાંખવાનો અને ત્યાર બાદ એ માલને હજમ કરીને રાજ્યની તિજોરીમાં નાખવાની સિસ્ટમ ચાલે છે. 

શિવસેનાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ખેડૂતોની મદદ માટે દારૂ, સિગારેટ, પેટ્રોલ ડીઝલ જેવી ચીજવસ્તુઓ પર ટેક્સ વધારાયો છે, પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી ક્યારે પહોંચશે ?

You might also like