બિહારના હરિહરનાથ મંદિરમાં રાજનાથ સિંહે રુદ્રાભિષેક કર્યો

હાજીપુરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સોનપુરમાં ભાજપના પરિવર્તન રથને પ્રસ્થાન કરાવતા પહેલા હરિહરનાથ મંદિરમાં પૂજા અર્ચન કર્યાં હતાં. તેમણે હરિહરનાથનો રુદ્રાભિષેક પણ કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન મંદિર સંકુલમાં અડધો કલાક રોકાયા હતા. મંદિરના પૂજારી મદ્રાસી બાબા અને મંદિરના મુખ્ય અાચાર્ય સુશીલચંદ્ર શાસ્ત્રીના નેતૃત્વમાં નવ પંડિતોઅે વેદના મંત્રોચ્ચાર સાથે રાજનાથસિંહને રુદ્રાભિષેકનું પૂજન કરાવ્યું હતું. 

રુદ્રાભિષેક બાદ હરિહરનાથ મંદિર ટ્રસ્ટ સમિતિ તરફથી કેન્દ્રીય ગૃહપ્રધાનને અંગવસ્ત્ર અને બાબા હરિહરનાથની પ્રતિકૃતિ અાપીને તેમને સન્માનિત કરવામાં અાવ્યા હતા. અા પ્રસંગે બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

You might also like