બિહારના હરપુરમાં પોલીસ ફાયરિંગથી અેકનું મોતઃ પોલીસ મથકને આગચંપી

બેગૂસરાય: બિહારના હરપુર વિસ્તારમં ગઈકાલે માેડીરાતે ટ્રકમાં કચડાઈ જતા બે વ્યક્તિના માેત થયા બાદ ઉશ્કારાયેલા ગ્રામજનાેઅે મૃતદેહોને રાેડ પર મૂકી ટ્રાફિકજામ કરી દેતા ટાેળાને વિખેરવા પાેલીસે કરેલા ફાયરીંગમાં અેક યુવકનું માેત થયુ હતુ. જેના કારણે ગ્રામીણાે વધુ ઉશ્કેરાયા હતા. જેમાં ટાેળાઅે જમાદાર સહિત ત્રણ પાેલીસ કર્મચારીને બંધક બનાવી તમામને માર મારી હરપુર પાેલીસ મથકને આગચંપી કરી દીધી હતી.  

ગેરેજમાથી કામ કરીને ઘેર પરત જતા સરફરાજ અને માે. મુલાયમને સાેમવારે રાત્રે સાડા દસ કલાકે અેક ટ્રક ચાલકે કચડી નાંખતા તેઆેના માેત થયા હતા. જેના વિરાેધમાં ગ્રામજનાેઅે રાેડ પર ટ્રાફિકજામ કરી દીધાે હતાે. જે અંગે પાેલીસને જાણ થતા જ જમાદાર શિવકાંત સિંહના નેતૃત્વમાં હરપુર પાેલીસ મથકનાે સ્ટાફ ઘટના સ્થળે પહાેંચી ગયાે હતો.

ત્યારે ગ્રામજનોઅે તેમને ઘેરી લીધા હતા. અને પાેલીસને ધકકે ચડાવતા પાેલીસે તેઆેને ઘણા સમજાવવા છતાં ટાેળુ બેકાબૂ બનતા પાેલીસને ફાયરીંગ કરવાની ફરજ પડતા તેમાં સાેનુંનું માેત થયું હતુ. આ ઘટના બાદ ગ્રામજનાે વધુ ઉશ્કેરાયા હતા.

You might also like