બિહારના કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો   

પટના: ચૂંટણીની સિઝનમાં બિહાર સરકારે પોતાના સરકારી કર્મચારીઓને નવી ભેટ આપી છે. બિહાર સરકારે બુધવારે પોતાના રાજ્યના કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જેનો નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો હતો. 

મુખ્યમંત્રી નીતિશકુમારની અધ્યક્ષતામાં આજે સંપન્ન થયેલી બેઠકમાં સરકારી કર્મચારીઓની બેઠકમાં 6 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે, આજે જ બિહારની ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. તેના ઠીક પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થુ 113 ટકાથી વધારીને 119 ટકા કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીમંડળની આજની બેઠકમાં આ વાતને મોહર લગાવી દેવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો થતાં એક કરોડથી વધારે સરકારી કર્મચારીઓ તેમજ પેંશનર્સને તેનો લાભ મળશે. 

You might also like