'બાહુબલી'એ તમામ રેકોર્ડ તોડ્યા, પહેલાં દિવસની કમાણી 60 કરોડ   

નવી દિલ્હી: યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બનેલી એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ‘બાહુબલી: ધ બિગિનીંગ’ ના પહેલાં ભાગે દુનિયાના તમામ થિયેટરોમાં પહેલાં દિવસે જ રેકોર્ડ તોડ કમાણી કરી છે. બાહુબલીએ પહેલાં જ દિવસે 60 કરોડની કમાણી કરી છે. 

ફિલ્મ વ્યાપાર વિશ્વેષક ત્રિનાથે કહ્યું કે, આ તો અસાધારણ શરૂઆત છે. શરૂઆતના અનુમાન મુજબ આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે જ 60 કરોડની કમાણી કરી છે. આ રીતે ફિલ્મ અઠવાડિયાના અંત સુધીમાં 100 કરોડની કમાણી કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આ ફિલ્મે માત્ર અમેરિકામાં જ 15 કરોડની કમાણી કરી છે. 

ફિલ્મમાં પ્રાચીન સામ્રાજ્યમાં બે ભાઇઓ વચ્ચેની લડાઇ બતાવી છે. આ ફિલ્મમાં પ્રભાષ, રાણા ડગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી અને તમન્ના ભાટિયા, નાસિર તેમજ રામ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મને સમગ્ર દેશમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મને દેશની સૌથી મોંઘી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. દુનિયાના 4000 કરતાં વધારે થિયેટરમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. 

You might also like