બાળકોને સંસ્કૃતિના પાઠ ભણાવશે આરએસએસ

નવી દિલ્હીઃ અારઅેસઅેસ હવે સ્કૂલનાં બાળકોને હિંદુ ધર્મગ્રંથો અને ભારતની સાંસ્કૃતિક વિરાસતની અોળખ કરાવવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અા માટે ૨૦ પુસ્તકો છાપ્યાં છે, જેમાં ગીતા, મહાભારત અને રામાયણનાં ચેપ્ટર પણ હશે. બીજેપી સાથે જોડાયેલું અા સંગઠન ખૂબ જ જલદી પુસ્તકોની દુકાનો અને અોનલાઈન પોર્ટલ્સ પર અા પુસ્તકોની ૨૦ હજાર કોપી ઉપલબ્ધ કરાવશે. 

અા પુસ્તકોને સંઘના હેડ ક્વાર્ટરમાં રહેલા સુરુચિ પ્રકાશને છાપ્યાં છે. પુસ્તકોની પહેલી સિરીઝ ‘કથા અે પુરાણો સે’ નામથી છાપવામાં અાવશે. અા હેઠળ પુરાણોમાં રહેલી સંક્ષિપ્ત કહાણીઅોને બાળસાહિત્યની જેમ રજૂ કરવામાં અાવશે. અારઅેસઅેસના પ્રવક્તા મનમોહન વૈદ્યે જણાવ્યું કે અા સિરીઝ પહેલાં સંઘ સાથે જોડાયેલા પબ્લિશર ભારત-ભારતીઅે ૧૯૭૨માં ભારતીય સંતો, સમાજસુધારકો અને રાજાઅો પર કન્નડમાં ૫૧૦ પુસ્તકો રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું કે સંઘ સાથે જોડાયેલા દેશભરના પ્રકાશક બાળકો માટે અલગ અલગ ક્ષેત્રિય ભાષાઅોમાં પુસ્તકો લાવી રહ્યા છે, એવું એટલે થઈ રહ્યું છે કે લોકો ઇચ્છે છે કે તેમનાં બાળકો પોતાની સંસ્કૃતિ અંગે જાણે. 

અા સિરીઝના બાકી ટાઈટલ્સમાં ગણેશ, હનુમાન, કા‌િલદાસ, નળ-દમયંતી, વિવેકાનંદ અને અર્જુન સામેલ છે. સુરુચિ પ્રકાશને અા સિરીઝનો પહેલો સેટ છાપવા માટે ૩ મહિનાઅોમાં ૨.૬૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. અત્યાર સુધી અા પ્રકાશન બાળકો માટે પંચતંત્ર અને પ્રેરક કહાણીઅો છાપતું રહ્યું છે. 

સુરુચિ પ્રકાશનના મેનેજર ગૌતમ સપલાઅે જણાવ્યું કે બાળકોનાં પુસ્તકો અમારી સેલ્ફનો ભાગ રહ્યા છે, પરંતુ અા વખતે અમે સ્કૂલનાં બાળકો માટે પુસ્તકોની એક સિરીઝ લઈને અાવી રહ્યા છીઅે, જે સરળ ભાષામાં પુરાણ અને દેવતાઅો અંગે ટેક્સ્ટ અને ગ્રાફિક્સ દ્વારા જાણકારી અાપશે. પ્રકાશકે સંઘના પ્રચારકોની પણ મદદ લીધી છે, જે બાળકો માટે પુસ્તકો લખી કે તેનો અનુવાદ કરી રહ્યા છે. સપલાના જણાવ્યા મુજબ અા પુસ્તકો દેશભરની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ થશે.

અા પુસ્તકોનું ડિઝાઈનિંગ કેરળના સ્વયંસેવકોના એક ગ્રૂપે કર્યું છે. તેમણે જણાવ્યું કે ફાઈનલ ડ્રાફ્ટ રજૂ કરતાં પહેલાં અમર ચિત્રકથા, કાર્ટૂન, છોટા ભીમ અને બાકી કોમિક્સને પણ અાવરી લેવાશે. સપલાઅે જણાવ્યું કે અા પુસ્તકોની કહાણીઅો સીધી અાપણી લોકકથાઅોમાંથી લેવાઈ છે. અા દિલચસ્પ કહાણીઅો છે. દરેક પુસ્તકની કિંમત ૪૦ રૂપિયા હશે. તેને સંઘ સાથે જોડાયેલ દેશભરની દોઢ લાખ સ્કૂલોમાં વહેંચવામાં અાવશે.

You might also like