બાળકને સ્માર્ટ બનાવવું હોય તો એકલું રમવા દો

નવજાત બાળકને બહુ બધું એકસાથે શીખવીને સ્માર્ટ બનાવી દેવાની ઝંખના રાખતા પેરન્ટ્સે તેને બધી જ બાબતોમાં સ્પૂનફીડ કરવાની અાદત પાડવી ન જોઈએ, બલ્કે ટેકલીક ચીજો તેને અાપમેળે શીખવા દેવી જોઈએ એવું અમેરિકાના સાઈકોલોજિસ્ટ્સનું કહેવું છે. જો તમે ઈચ્છતા હો કે બાળકની લર્નિંગ પ્રોસેસ ઝડપી બને તો તેને તેની રીતે એકલું રમવા દેવું જોઈએ એવું કેમ્બ્રિજના મનોચિકિત્સકોનું કહેવું છે.

બાળકને ખૂબબધું શીખવી દેવા માટે રમકડાં લઈને સાથે બેસી જવાથી તેની અાપમેળે શીખવાની ક્ષમતા કટાઈ જાય છે. ખાસ કરીને કોઈ નવી સ્કિલ શીખવાની હોય ત્યારે તેની સાથે બેસીને ગાઈડ કરવાને બદલે તેની મેળે માથાપચ્ચી કરવા દેવાથી બાળકની મુશ્કેલીમાંથી રસ્તો કાઢવાની ક્ષમતા વિકસે છે. 

You might also like