બાલિશ રાહુલના રાજકીય દૂધિયા દાંત હજુ પડ્યા નથીઃ શિવસેના

મુંબઇઃ શિવસેનાએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર ‌તેજાબી પ્રહારો કર્યા છે. પક્ષના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું છે કે રાહુલનું નેતૃત્વ બાલીશ છે અને હજુ તેમના રાજકીય દૂ‌િધયા દાંત પડયા નથી. 
 
શિવસેનાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી આજકાલ માત્ર તાવમાં બુમબરાડા પાડે છે, પરંતુ હજુ તેમના રાજકીય દૂ‌િધયા દાંત પડયા નથી એ સ્પષ્ટપણે નજરે પડે છે.
 
લલિત મોદી વિવાદનો ઉલ્લેખ કરતાં શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે લલિત મોદીને મદદ કરવા માટે સુષમા સ્વરાજને કેટલા રૂપિયા મળ્યા એવા ઊટપટાંગ સવાલો પૂછીને રાહુલ ગાંધીએ જાહેરમાં પોતાની જ હાંસી ઉડાવી છે. 
 
લલિત મોદી પ્રકરણ ઉછાળીને કઇ રીતે અને શા માટે સંસદનું ચોમાસુ સત્ર ધોવાઇ ગયું એ અંગે વાત કરતાં શિવસેનાએ જણાવ્યું છે કે લલિત મોદી મુદ્દો ઉછાળવાના કારણે સંસદની કાર્યવાહી ચાલી શકી નહીં. શિવસેનાએ જણાવ્યું કે સંસદની કાર્યવાહી ચાલેે તે સમગ્ર દેશ માટે મહત્ત્વનો મુદ્દો હતો.
 

You might also like