બાર્કલેઝે ડિસેમ્બર સુધી નિફ્ટીનો ટાર્ગેટ ઘટાડ્યો

મુંબઇઃ વૈશ્વિક બ્રોકરેજ કંપની બાર્કલેઝે ચાલુ વર્ષના અંત સુધી નિફ્ટીનો અગાઉનો ૧૦,૨૧૯નો ટાર્ગેટ ઘટાડી ૯,૬૪૨નો કરી દીધો છે. કંપનીઓની આવકમાં વધારો નહીં થવાના કારણે વૈશ્વિક બ્રોકરેજ કંપનીએ આ ટાર્ગેટમાં ઘટાડો કર્યો છે. બાર્કલેઝે રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે પાછલાં ત્રણ વર્ષથી ભારતીય કંપનીઓની આવકની વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થયો નથી, જોકે રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસમાં એફએમસીજી, નાણાકીય, ફાર્માસ્યુટિકલ અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે તેમ છતાં પણ આવકમાં વધારો અપેક્ષાને અનુરૂપ નહીં હોવાના કારણે નિફ્ટીનો અગાઉનો ડિસેમ્બર સુધીનો ટાર્ગેટ ૧૦,૨૧૯ આંક્યો હતો તેમાં ઘટાડો કરી ૯,૬૪૨નો કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વધુ આર્થિક સુધારા અંગે અનિર્ણાયકની સ્થિતિ પ્રવર્તે છે. જીએસટી તથા મેટને લઇને હજુ પણ મતમતાંતર છે ત્યારે બ્રોકરેજ હાઉસોએ શેરબજારના અગાઉના ટાર્ગેટ ઘટાડ્યા છે.
You might also like