બારએટેન્ડરને મળી રસ્તા પરથી કરોડો રૂપિયાની નોટ

સાન ફ્રાંસિસ્કો : વિચારો કે રસ્તા પરથી તમને એક 20ની નોટ મળે અને તે નાણાનો ઉપયોગ તમે એક લોટરી ટીકિટ ખરીદવા માટે કરો અને લોટરી જીતીને કરોડપતિ બનો. આ ભલે તમને એક સારો વિચાર લાગતો હોય અથવા સપનું લાગતું હોય પરંતુ સાનફ્રાંસીસ્કોમાં એક બારટેન્ડરની સાથે આવું જ કાંઇક થયું છે. 

ખાડી વિસ્તારમાં રહેતા હ્યુબર્ટ ટેગને બુધવારે 20 ડોલરની એક નોટ સાનફ્રાંસિસ્કો ઇન્ટરનેશ્નલ એરપોર્ટની બહાર મળી હતી. ટેને આ નાણામાંથી લોટરી ખરીદવાનો વિચાર કર્યો અને એરપોર્ટ નજીક આવેલ એક સ્ટોર પરથી લોટરીની બે ટીકીટ ખરીદી. તમામનાં આશ્ચર્ય વચ્ચે તે 10 લાખ અમેરિકન ડોલર (સાડા છ કરોડ રૂપિયા) જીતી ગયો.

આ જાણકારી આપતા લોટરી કંપનીનાં પ્રવક્તાએ જણાવ્યું કે ટેગ સૌથી મોટી લોટરી જીતી ચુક્યો છે. પ્રવક્તાએ જણાવ્યું કે ટેગે તેમને જણાવ્યું હતું કે તેણે સ્ટોર પર ઉભા રહીને ટીકીટ સ્ક્રેચ કરી. સાથે મારો મીત્ર પણ હતો. જો કે આ લોટરી લાગ્યા બાદ ટેગ વિશ્વાસ જ કરી શકતો નહોતો કે તેને લોટરી લાગી છે. પેરશાક ટૈંગ એરપોર્ટ પર બાર ટેન્ડરનું કામ કરે છે અને છેલ્લા દસ વર્ષમાં ક્યારે પણ તેણે લોટરી ખરીદી નથી. તેણે મળેલા 20 ડોલરનો ઉપયોગ કરવા માટે જ આ ટીકીટ ખરીદી અને 10 મિલિયન ડોલરનો જેકપોટ લાગ્યો હતો. 

You might also like