બાબા રામદેવનો ડેન્ગ્યુની રામબાણ દવા બનાવ્યાનો દાવો

નવી દિલ્હીઃ દેશમાં હાલ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બાબા રામદેવે ડેન્ગ્યુની રામબાણ ઈલાજ સમાન દવા બનાવી હોવાનાે દાવાે કર્યાે છે. બાબા રામદેવે જણાવ્યું કે સરળતાની મળતા પપૈયાનાં પાંદડાં, અેલાેવેરા અને અનારના ઉપયાેગથી ડેન્ગ્યુને જડમૂળથી નાબૂદ કરી શકાય છે. તેમણે દાવાે કર્યાે હતાે કે કેટલાક દર્દીઆે પર તેનાે પ્રયાેગ કરવામાં આવ્યાે છે.

પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિથી ડેન્ગ્યુની સારવારને પ્રાેત્સાહન આપવા તેઆે અારાેગ્ય મંત્રાલય સમક્ષ અપીલ કરશે. બાબા રામદેવે જણાવ્યું કે વધુ ગંભીર પરિસ્થિતિમાં ગિલાેય, અનાર, પપૈયાના પાન અને અેલાેવેરા અેમ ચારેયના રસને ૫૦-૫૦ મિલી  માત્રામાં બે બે કલાકના અંતરે લેવાથી લાભ થાય છે.

જાે ડેન્ગ્યુની અસર વધારે ન હાેય તાે ત્રણ થી ચાર કલાકના અંતરે આવાે રસ પીવો જાેઈઅે. અેક સપ્તાહમાં પ્લેટલેટસ સામાન્ય થઈ જતા લિવર યાેગ્ય રીતે કામ કરવા લાગશે. તેમણે જણાવ્યું કે દુઃખની વાત અે છે કે અાપણે આપણી ચિકિત્સા પ્રથા પર પશ્વિમી દેશાેની મહાેર લગાવવાની વાત કરીઅે છીઅે. જ્યાં અેલેાપેથી સારવારની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી આર્યુવેદ, યાેગ અને પારંપરિક ચિકિત્સા પ્રથાની શરૂઆત થાય છે. બાબા રામદેવે જણાવ્યુ કે તેઆે તેમના ઉત્પાદનને વેચવા નહિ પરંતુ દેશવાસીઆે માટે આગળ આવ્યા છે. આ દવાના પેકેટની કિંમત માત્ર ૧૫ રૂપિયા છે. ત્યારે તેને તેનું માર્કેટિંગ કેવી રીતે કહી શકાય. 

You might also like