બાંગ્લા, પાક. શરણાર્થીઅોની નાગરિકતા પર વટહુકમ આવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નાગરિકતાના નિયમમાં સંશોધન માટે એક અધ્યાદેશ તૈયાર કરી રહી છે, જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી અાવેલા હિંદુ શરણાર્થીઅોને નાગરિકતા અાપી શકાય. અા અધ્યાદેશમાં ત્રણ દેશોમાંથી અાવેલા શરણાર્થીઅોને કવર કરવામાં અાવી રહ્યા છે પરંતુ સૌથી વધુ ધ્યાન અાસામ અને પશ્ચિમ બંગાળમાં રહેતા બાંગ્લાદેશથી અાવેલા હિંદુ પ્રવાસીઅો પર હશે.

ઉલ્લેખનીય છે કે અા બંને રાજ્યમાં અાગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઅો યોજાવાની છે અને ભાજપ અા અધ્યાદેશ દ્વારા ચૂંટણીની શક્યતાઅો શોધી રહ્યું છે. સરકાર શરણાર્થીઅોને પ્રાકૃતિક નાગરિકતા અાપવાના રીતરિવાજો પર કામ કરી રહી છે. પ્રક્રિયામાં સામેલ સૂત્રોના જણાવ્યા મુજબ તેનો જટીલ અને વિવાદાસ્પદ ભાગ અે છે કે નાગરિકતા અાપવા માટે કયા લોકોને કેવી રીતે પસંદગી કરવી.

ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલ એક ટાસ્ક ફોર્સ અત્યારે અે દિશામાં કામ કરી રહી છે કે હિંદુ, શીખ, ઇસાઈ, બૌદ્ધ અને શરણાર્થીઅોને કયા પ્રકારે નાગરિકતા અાપવામાં અાવે. સરકારને અા અધ્યાદેશ પર સંસદમાં વિરોધ અને વિવાદ થવાની અાશંકા છે પરંતુ શીતકાલન સત્રમાં સરકાર અસમા રહેતા બાંગ્લાદેશી શરણાર્થીઅોને અેક સંદેશ મોકલી શકી છે. અા શરણાર્થી છેલ્લા કેટલાક વર્ષોથી યોગ્ય દસ્તાવેજો વગર રહે છે અને સરકાર સિસ્ટમમાં સામેલ કરવાનો સંદેશો મોકલી શકે છે. અા મુદ્દો ઉઠાવવા માટે સરકારને માત્ર શીતકાલીન સુધીનો સમય હશે. કેમ કે સત્યાપણની પ્રક્રિયા લાંબી અને જૂની છે. બીજી તરફ અાવતા વર્ષે અેપ્રિલ અને મેમાં ચૂંટણીઅો પણ થવાની છે.

 

You might also like