બાંગ્લાદેશ-દ. આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રો

ઢાકાઃ  દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે વરસાદી વિક્ષેપથી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ આજે ડ્રો જાહેર થઈ છે કારણ કે ભારે વરસાદને કારણે છેલ્લા ચાર દિવસથી કોઈ રમત થઈ શકાઈ નહિ. શેર એ બાંગ્લા સ્ટેડિયમ પર છેલ્લા દિવસની રમત માટે આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે સવારે જ મેચ રદ કરી દેવામાં આવી છે. આ ટેસ્ટ મેચમાં ખાલી પહેલા જ દિવસે રમત રમી શકાઈ જેમાં બાંંગ્લાદેશે ટોસ જીતીને આઠ વિકેટ પર ૨૪૬ રન બનાવ્યા હતાં.  મેચમાં ફાસ્ટ બોલેર ડેલ સ્ટેન ક્રિકેટમાં ૪૦૦ વિકેટ પૂરી કરવાવાળા શોન પોલેક પછીના બીજો દક્ષિણ આફ્રિકી બોલર બન્યો છે. ચટગામમાં પહેલી ટેસ્ટ ડ્રો રહેવાને કારણે શ્રેણી ૦-૦ થી કોઈ નિર્ણય વગરની રહી હતી.

You might also like