બદરીનાથના યાત્રાળુઓ માટે સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ થઈ

ઉત્તરાખંડ સરકારે બદરીનાથની યાત્રાએ અાવતા પ્રવાસીઓ માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરી છે. અા મોબાઈલ એપ્લિકેશનમાં ત્યાંનાં એટીએમ, પેટ્રોલપંપ, હોટેલ, જોશીમઠથી બદરીનાથની વચ્ચેના ૪૪ કિલોમીટરના અત્યંત જોખમી રસ્તા પર નાગરિક-સુવિધાની જગ્યાઓ વગેરેની માહિતી અાપવામાં અાવી છે. શુભ બદરીનાથ યાત્રા નામની એપ્લિકેશનનું ઉદ્ઘાટન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હરીશ રાવતે કર્યું હતું. અા એપ્લિકેશનમાં ઉપલબ્ધ અન્ય માહિતીમાં બદરીનાથ જતા રસ્તામાં અાવેલી હોટેલો, રેસ્ટોરાંથી લઈને બસ, ટેક્સીસ્ટેન્ડ, પીવાનું પાણી, પબ્લિક ટોઈલેટ સુદ્ધાંની વિગતો છે. અા ઉપરાંત એ યાત્રાળુનું વર્તમાન લોકેશન જીપીએસથી ટ્રેક કરીને બદરીનાથ સુધીનો રૂટ અને અંતર પણ કહી અાપે છે. 

You might also like