બજારમાં હવે જોવા મળશે સ્વદેશી 'બાબા નૂડલ્સ'

દેહરાદુન : બાબા રામદેવે હવે મેગીની અવેજી પુરી કરવા માટે પોતાનું ‘આટા નૂડલ્સ’ લોન્ચ કરી દીધી છે. દેશની સૌથી મોટી નુડલ્સ કંપનીઓમાંથી એક નેસ્લે તપાસમાં ફેઇલ થઇ જવાનાં કારણે અને તેમાં હાનિકારક એમએસજી મળી આવવાનાં કારણે દેશમાં હાલ તેનાં પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ બાબાએ જાહેરાત કરી હતી કે તે દિવ્ય ફાર્મસીનાં હેલ્ધી આટા નૂડલ્સ બજારમાં આવશે.

બાબા રામદેવે દાવો કર્યો છે કે પતંજલી યોગપીઠમાં તૈયાર થયેલ તેમનાં નૂડલ્સ સંપુર્ણ રીતે લોટમાંથી બનાવાયેલ છે. લોન્ચિંગ પ્રસંગે રામદેવ બાબાએ હરિદ્વારમાં લોકોને પોતાનાં હાથે જ નૂડલ્સ પીરસી હતી. તેમણે પોતે પણ આરોગી હતી અને લોકોને પણ ખવડાવી હતી. 

રામદેવનું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય દેશનાં લોકોને સ્વદેશી તરફ વાળવાનો પ્રયાસ છે. લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. નેસ્લેની મેગી પ્રતિબંધ બાદ તેમણે કહ્યું હતું કે અમારે એવી કંપની ન જોઇએ કે જે બાળકોને ઝેર ખવડાવતી હોય. રામદેવ બાબાએ કહ્યું હતું કે અમે બાળકોને તે જ સ્વાદ અને સાથે સાથે હેલ્થી ખોરાક મળી રહે તેવો પ્રયાસ કરીશું.સૌથી મહત્વની બાબત છે કે સ્વદેશી નૂડલ્સમાં કોઇ પણ પ્રકારનો નુકસાનકારક પદાર્થ નથી.

You might also like