ફ્લિપકાર્ટ, સ્નેપડિલ, વોડાફોન સહિત ૮૭ કંપનીઓની જાહેરાત છેતરામણી

મુંબઇઃ હરીફાઇ વધી રહી છે ત્યારે જાહેરાતનું માધ્યમ ગ્રાહકોને ખેંચી લાવવા માટે મહત્ત્વનું સાબિત થઇ રહ્યું છે, પરંતુ એએસઆઇસીની કન્ઝ્યુમર કમ્પ્લેન કાઉન્સિલને પર્સનલ અને હેલ્થ કેર સેક્ટરમાં ૨૬ કંપનીઓની જાહેરાત સંબંધી મળેલી ફરિયાદો યોગ્ય જણાઇ હતી, જ્યારે એજ્યુકેશન સેક્ટરમાં ૨૨ જાહેરાતોને છેતરામણ ઊભી કરનારી ગણાવાઇ હતી. કાઉન્સિલના કહેવા પ્રમાણે ૮૭ કંપનીની જાહેરાત છેતરામણી ઊભી કરનારી છે. કાઉન્સિલને ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા એમઆરપીથી વધુ એમઆરપી દર્શાવીને તેના ઉપર છૂટ આપવામાં આવી રહી છે તેવી ફરિયાદ યોગ્ય જણાઇ હતી. કંપનીએ એમઆરપીમાં ૯૯૯ રૂપિયાની એમઆરપીનો દાવો કર્યો હતો, જ્યારે તેની વાસ્તવિક એમઆરપી માત્ર ૪૪૯ હતી. કંપનીએ ગ્રાહકોને ભ્રમિત કર્યા હતા. એ જ પ્રમાણે દ્વિચક્રી વાહન કંપની હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની રૂ. ૫૫૫૫ રૂપિયાનું ડાઉન પેમેન્ટ અને ૯૯૯ રૂપિયાની સૌથી ઓછી માસિક હપતાવાળી સ્કીમને છેતરામણી ગણાવી હતી. વોડાફોન એસ્સાર લિમિટેડના  ૩-જી નેટવર્ક પર કોઇ પણ પ્રકારની મુશ્કેલી વગરના વોઇસ કોલના જાહેરાતના દાવાને આધાર વગરનો ગણાવ્યો હતો. એડ્વાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે લોરિયલ ઇન્ડિયાની ન્યૂ ગાર્નિયર એક્શન ફેઇસવોશ અને ગાર્નિયર પ્યોર એક્ટિવ નીમ પ્લસ તુલસી ફેઇસવોશની જાહેરાતને છેતરામણી ગણાવી હતી.
You might also like