ફ્લાવર, ફ્લેમિંગ, મૂડી ભારતના કોચની રેસમાં

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ઝિમ્બાબ્વેના દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન એન્ડી ફ્લાવર, ચેન્નઈ સુપર કિંગ્સનો કોચ અને ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ટોમ મૂડી ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતી કાલ શુક્રવારે કોલકાતામાં યોજાનારી બીસીસીઆઇની વર્કિંગ કમિટીની બેઠક બાદ બોર્ડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે સલાહ આપવા માટે બનાવાયેલી ક્રિકેટ સલાહકાર સમિતિને નિર્દેશ આપશે. આ સમિતિમાં સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ છે. બીસીસીઆઇ ઇચ્છે છે કે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થઈ રહેલા દક્ષિણ આફ્રિકાના ભારત પ્રવાસ પહેલાં નવા કોચની પસંદગી કરી લેવામાં આવે. ભારતીય ટીમ હાલ ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રી અને સહાયક કોચ સાથે શ્રીલંકાના પ્રવાસ પર છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલી, સચીન અને લક્ષ્મણની બનેલી સમિતિની એક બેઠક યોજાઈ ચૂકી છે એટલું જ નહીં, સચીને આ બેઠક અંગે બોર્ડના અધિકારીને ફરિયાદ પણ કરી હતી. સચીનનું કહેવું હતું કે કોચનો નિર્ણય કરવા ફરીથી કોઈ બેઠક જ બોલાવવામાં આવી નથી.  જોકે ટેસ્ટ ટીમનાે કેપ્ટન વિરાટ કોહલી ઘણી વાર રવિ શાસ્ત્રીનો પક્ષ લઈ ચૂક્યો છે, પરંતુ બીસીસીઆઇના કેટલાક લોકો નવાે કોચ લાવવા ઇચ્છે છે. હવે ફ્લાવર, ફ્લેમિંગ અને મૂડીના નામ સલાહકાર સમિતિને આપવામાં આવશે. સમિતિ આ નામ ઉપરાંત કોઈ અન્ય નામ પર ચર્ચા કરવા ઇચ્છે તો તે કરી શકે છે.
You might also like