ફ્રેન્ડ્સ અાઈકોનમાં લેડીઝનો શેપ બદલતી ફેસબુક

જો જરા ઝીણી અાંખો રાખીને જોવાની ટેવ હશે તો ગયા અઠવાડિયે ફેસબુકે પોતાના લોગોમાં કરેલો બારીક ફેરફાર નજરે ચડી જ ગયો હશે. ફેસબુકે પહેલી જ વાર પોતાના લોગોમાં નાનોઅમથો ફેરફાર કર્યો છે અને એને વધુ વર્તુળાકાર બનાવ્યો છે. જોકે એણે કરેલું પરિવર્તન વધુ નોંધપાત્ર છે. ફેસબુકમાં તમે લોગ-ઈન થાઓ અને ઉપરના ભાગે તમારા પર અાવેલી ફ્રેન્ડ્સ-રિક્વેસ્ટ્સ પર નજર નાખો.

અત્યાર સુધી એમાં એક પુરુષની અાકૃતિની પાછળ એક સ્ત્રીની અાકૃતિ દેખાતી હતી. એટલું જ નહીં, એમાં સ્ત્રીની અાકૃતિની સાઈઝ નાની હતી. હવે ફેસબુકે કરેલા નવા ફેરફાર પ્રમાણે સ્ત્રીની અાકૃતિ અાગળના બાગે અાવી ગઈ છે અને પુરુષની બરાબરની જ સાઈઝ કરી દેવામાં અાવી છે. એટલું જ નહીં, ફેસબુકમાં ગ્રુપના અાઈકોનમાં પણ સ્ત્રીને પુરુષની અાગલ લાવવામાં અાવી છે. 

You might also like