ફ્રી મોબાઈલ એપ તમારી બેટરી ખાય છે

ફ્રી મળતી વસ્તુનું આકર્ષણ ભલે લાગે, પરંતુ દરેક ફ્રી વસ્તુ સારી નથી હોતી. એ પછી ફ્રી ફૂડ હોય કે ફ્રી એપ. તાજેતરમાં સ્માર્ટફોન પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફ્રી એપ તમારા સ્માર્ટફોનની બેટરીને ઝડપથી પૂરી કરી નાખે છે. એ સિવાય મોબાઈલની સ્પીડ ઓછી કરી દે છે અને વધુ ઈન્ટરનેટ ડેટા વાપરે છે. એનું કારણ એ જ કે ફ્રી એપમાં વધારે જાહેરાત હોય છે. જાહેરાત વગરની એપમાં સરખામણીએ ૧૬ ટકા ઓછી બેટરી વપરાય છે. અમેરિકા અને કેનેડાની યુનિવર્સિટીના સંશોધકોએ મળીને આ અભ્યાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે ફોનનું સીપીયુ એનું મગજ હોય છે. એમાં જાહેરાત એનું મોટા ભાગનું મગજ ખાઈ જાય છે અને એને ધીમું બનાવી દે છે. જાહેરાત સાથેની એપ સરેરાશ ૪૮ ટકા સીપીયુનો સમય, વાસી ટકા મેમરી, ૫૬ ટકા સીપીયુનો ઉપયોગ કરે છે. જાહેરાત આપોઆપ ડાઉનલોડ થઈ જતી હોય છે એને કારણે સ્માર્ટફોનમાં ક્યારેક ૧૦૦ ટકા ડેટાનો ઉપયોગ થઈ જાય છે.

You might also like