ફેસબુક હવે કહેશે તમને કોણ કરી રહ્યું છે કોલ

ન્યૂયોર્ક : ફેસબૂકે હવે એન્ડ્રોઇડ ઉપયોગ કરનારા ગ્રાહકો માટે એક નવા જ પ્રકારનું કોલર આઇડી એપ લોંચ કર્યો છે. આ એપ દ્વારા ફેસબુક ડેટાનો ઉપયોગ કોણ કરી રહ્યા છે, તેની ભાળ મેળવવા ઉપરાંત અપ્રિય કોલ બ્લોક કરવામાં મદદ કરશે.આ એપનું નામ છે હેલો. આ ફેસબુક એપ ફેસબુક પ્રોફાઇલથી ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલને ફોન નંબરો સાથે મેચ કરીને તમને દેખાડે છે કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. રિપોર્ટ અનુસાર આ કોમન રીતે બ્લોક કરવામાં આવેલ ફેસબુક એકાઉન્ટ પરથી આવનાર ફોનને પણ બ્લોક કરશે.

આ ફેસબુક જો કે ત્યારે જ કામ કરશે જ્યારે કોલરે પોતાનો ફોન નંબર ફેસબુકની સાથે શેર કર્યું હોય અને નંબર અન્ય યુઝર્સ વાંચી શકે તે રીતે ઓપન રાખ્યો હોય. દાખલા તરીકે  જો તમે ફેસબુક પર પોતાનો નંબર ઓપન રાખ્યો હોય દરેક વ્યક્તિ જોઇ શકે તેમ હોય તો હેલો એપ તેને રીડ કરીને સામેવાળી વ્યક્તિને ફોન કરનારનું નામ અગાઉથી જ જણાવી શકશે. પછી ભલે તેની પાસે તમારો નંબર સેવ ન હોય .

એક વાર તમારે આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે ફેસબુક સાઇનઇન કરીને આ એપને તમારા ફેસબુક એકાઉન્ટ સાથે સિંક( જોડવા) કરવાની પરવાનગી આપવી પડશે. આ એપ ફેસબુક મેસેન્જરની ટીમે બનાવ્યું છે. આ એપ અનુસાર જ્યારે એપ ઉપયોગ કરનાર વ્યક્તિને કોલ આવે છે તો એપ કોલ કરનાર વ્યક્તિની ફેસબુકમાં રહેલી માહિતી દર્શાવે છે. પછી ભલે તેનો નંબર તે ઉપયોગ કરનાર વ્યક્તિનાં ફોનમાં સેવ હોય કે ન હોય.હેલોનું કામ કરવાની પદ્ધતી ઘણી રીતે એક અન્ય કોલર આઇડી એપ ‘ટ્રુકોલર’ એપ સાથે મળતુ આવે છે. 

You might also like