ફેસબુક-ફોટોમાં વધુ લાઇક્સ મેળવવા સર્જરી તરફ વળતા લોકો

કદાચ આ સમાચાર સાંભળીને વિશ્વાસ નહીં થાય કે ભારતમાં લોકો પોતાના ફેસબુક ફોટોમાં વધુ લાઇકસ મેળવવા માટે સર્જરી કરાવવા સુધી પહોંચી જાય છે. સારા દેખાવા માટે લોકો સર્જરીનો ઉપયોગ કરતા હોય છે એ બહુ જૂની વાત છે, પરંતુ તેમના ફોટોગ્રાફસને વધુ લાઇકસ મળે એ હેતુસર સર્જરી થોડી અજુગતી લાગે. ડોકટરોએ આ હેતુસર કરવામાં આવતી સર્જરીને ફેસબુક ફેસલિફટ જેવું નામ આપ્યું છે.

જે દેશોમાં લોકો ફેસબુકના પ્રોફાઇલ પિકચરમાં વધુ લાઇકસ કમેન્ટ મેળવવા માગે છે ત્યાં સર્જરીનું પ્રમાણ વધી રહ્યું છે. ડોકટરોના કહેવા મુજબ લોકો પરફેકટ ફોટોજેનિક ફેસ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં ખચકાતા નથી. એ સિવાય લોકો ફેસબુક પર ફોટો અપલોડ કરવા માટે પોતાનો પ્રોફેશનલ ફોટો શૂટ કરાવે છે અને એના માટે રૂ.પ૦,૦૦૦ સુધી ખર્ચે છે.

You might also like