ફેસબુક પ્રેરી રહ્યું છે લોકોને આત્મહત્યા માટે : અભ્યાસ

ટોરેન્ટ : સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા એક અભ્યાસ પરથી સામે આવ્યું છે વાલીઓ માટે લાલબત્તી સમાન છે. અભ્યાસ પરથી સામે આવ્યું છે કે ફેસબુક કે અન્ય સોશ્યલ વેબસાઇટ પર બે કલાકથી વધારે સમય પસાર કરનારા વ્યક્તિ પર જીવનું જોખમ રહે છે. 

અભ્યાસ અનુસાર બે કલાકથી વધારે સોશ્યલ મીડિયાને ચીપકી રહેનારા કિશોરોમાં આત્મહત્યાની ભાવના વધારનારા વિચારો પેદા થાય છે. તે વ્યક્તિનું માનસિક સંતુલન ધીમે ધીમે ખોરવાવા લાગે છે અને અંતે તે આત્મહત્યા પણ કરી શખે છે. 

કેનેડાનાં ઓટાવામાં સાઇબર સાઇકોલોજી એન્ડ બિહેવિયર જર્નલમાં છપાયેલ અભ્યાસ અનુસાર 7 થી 12માં ધોરણમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો. જે પૈકી 25 ટકા વિદ્યાર્થીઓ બે કલાકથી પણ વધારે સમય સુધી સોશ્યલ સાઇટ્સ યુઝ કરતા હતા.

સોશ્યલ સાઇટ્સથી આત્મહત્યાનાં વિચારવાળા આ રિપોર્ટે તે બધા લોકોને ચેતવ્યા છે જે હદ કરતા વધારે સોશ્યલ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. સોશ્યલ વેબસાઇટ પર રહેતા લોકોને પોતાનાં જીવન પ્રત્યે નિરાશા ઉત્પન્ન થાય છે અને તેનાં કારણે તેઓ આત્મહત્યા સુધીનું પણ પગલું ભરી શકે છે. 

You might also like