ફેસબુક પર હા. હા! સૌથી વધુ વપરાતું એક્સ્પ્રેશન છે

તાજેતરના ફેસબુક પર થયેલા ઈ-લાફિંગનો સર્વે કહે છે કે લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા સૌથી વધારે હા…હા, ત્યાર બાદ ઈમોજી, હી…હી… અને LOL (લાફિંગ અાઉટ લાઉડ)નો ઉપયોગ કરે છે. ૫૧.૪ ટકા લોકો હા…હાવાળા, ત્યાર બાદ ૩૩.૭ ટકા ઈમોજીપ્રેમીઓ, ૧૨.૭ ટકા હી…હીવાળા અને અંતે ૧.૦૯ ટકા LOLવાળાનો સમાવેશ હતો.

ફેસબુક પર ઈ-લાફનો ઉપયોગ કરનારા લોકો કેટલી વખત અા એક્સ્પ્રેશનનો ઉપયોગ કરે છે એનું વિશ્લેષણ કરવામાં અાવ્યું હતું. ૪૬ ટકાની અાસપાસ લોકોએ અઠવાડિયામાં માત્ર એક જ લાફ પોસ્ટ કરી હતી. ૫૮ ટકા લોકોએ પાંચ કરતાં ઓછી લાફ પોસ્ટ કરી હતી. બાવન ટકા લોકોએ સિંગલ પ્રકારની લાફ અને ૨૦ ટકા લોકોએ બે જુદા પ્રકારની લાફનો ઉપયોગ કર્યો હતો. 

 

You might also like