ફેસબુક પર ત્રાટક્યો પોર્નોગ્રાફિક માલવેર

ફેસબુક વાપરતા લોકોનું ધ્યાન ગયું હશે કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેમની ટાઈમલાઈનમાં ગમે તેના નામે અશ્લીલ તસવીરો ધરાવતી લિન્ક અાપમેળે જ પેસ્ટ થવા લાગી છે. પોતાની જાણબહાર પોતાના જ નામે અાવી લિન્ક શેર થયાનું જાણ્યા પછી શરમમાં મૂકાયેલા લોકો ફેસબુક પર ચોખવટો કરતા ફરી રહ્યા છે કે એમણે અાવું કશું શેર કર્યું નથી. એકચ્યુઅલી, અા એક માલવેર છે અને ગમે તે સાઈટના એડ્રેસ સાથે અાપણી ટાઈમલાઈનમાં શેર થઈ જાય છે. અાગરામાં તો અા મુદ્દે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ થઈ છે. અા જ પ્રકારનો બીજો એક માલવેર ફેસબુક મેસેન્જર મારફતે પણ ફેલાઈ રહ્યો છે.

You might also like