ફેસબુક પર ‘કેન્ડી ક્રશ’ની રિકેવેસ્ટથી મળશે છૂટકારો

ફેસબુક પર ગેમ ઇન્વિટેશનથી પરેશાન થયેલા યુઝર્સ માટે એક ફેસબુક એક સારા સમાચાર લઇને આવ્યું છે. હવે ફેસબુક યુઝર્સ આ પ્રકારના તમામ રિકેવેસ્ટ અને રિમાઇન્ડરને બ્લોક કરી શકશે. ફેસબુક દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા માટે તમારે થોડા બટન ક્લિક કરવા પડશે. ફેસબુક યુઝર્સની સૌથી વધુ ફરિયાદ એપ અને ગેમ માટે આવનારા સંદેશાને લઇને હતી.ફેસબુકે હવે આ પરેશાનીથી યુઝર્સને મુક્ત કરી દીધા છે. આ માટે ફેસબુક યુઝર્સે તેમના એકાઉન્ટ સેટિંગમાં જઇને થોડો બદલાવ કરવો પડશે. સેટિંગમા આપવામાં આવેલ ડાબી બાજુ આપેલ ‘બ્લોકિંગ’ વિકલ્પને પસંદ કરવો પડશે. જેમાં તમને ‘બ્લોક એપ ઇનવાઇટસ’ નામનો વિકલ્પ જોવા મળશે. તમારે તેની અંદર તમારા એ મિત્રોનું નામ લખવાનું છે જેના તરફથી તમને આ રિક્વેસ્ટ મળતી હોય છે. ત્યારપછી આ મિત્ર તમને આ પ્રકારની કોઇપણ રિકવેસ્ટ નહી મોકલી શકે. આ સેટિંગની મદદથી તમે કોઇપણ પ્રકારની વિશેષ એપને હંમેશા માટે બ્લોક કરી શકો છે.

You might also like