ફેસબુક ચેટમાં માત્ર ઉર્મી નહી ઘનની પણ આપલે થશે

નવી દિલ્હી : ટુંક જ સમયમાં ફેસબુકનાં મેસેન્જર એપની મદદથી પોતાનાં મિત્રોને પૈસા મોકલી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સેવા પેપલ, વેનમો અને સ્નેપચેર આપી રહ્યા છે જેની મદદથી બેંકનાં ખાતાઓ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે મિત્રો અને પરિવારનાં સભ્યોને પૈસા મોકલી શકાય છે. 

આ ફીલ્ડમાં  ફેસબુકે પ્રવેશવાનની જાહેરાત કરી છે. આ મફત સેવા ડેબિટ કાર્ડની સાથે સંકળાશે અને એપલ અને એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ અને કોમ્યુટર પર ઉપલબ્ધ રહેશે. જો કે નાણા યોગ્ય વ્યક્તિને જ મળે તે માટે ફેસબુકે સુરક્ષાનાં ફિચર્સ પર પણ ધ્યાન આપી રહી છે. હાલ તો આ સર્વિસ માત્ર અમેરિકા પુરતી જ સીમિત છે પરંતુ આવનારા ટુંક જ સમયમાં તે ભારતમાં પણ લોંચ કરવામાં આવશે.

You might also like