ફેસબુકે 'હેલો' નામની નવી એપ્લિકેશન કરી લોન્ચ

અજાણ્યા નંબરો પરથી કોલ કરી કરીને પરેશાન કરતા લોકોથી છુટકારો અપાવવા માટે ફેસબુકે હેલો નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી છે. તમારા પર અાવતા અને તમે જેને ડાયલ કરો છો એ અજાણ્યા નંબરોની તમામ માહિતી અા એપ રિયલ ટાઈમમાં ડિસ્પ્લે કરી દે છે એટલું જ નહીં, અા અેપથી તમને પજવતા, બહુબધા લોકોએ બ્લોક કરેલા કે બિઝનેસ-પ્રમોશનના કોલ્સને તમે પણ બ્લોક કરી શકો છો. અલબત્ત, અત્યારે અા એપ્લિકેશન ફેસબુક માત્ર અમેરિકા, બ્રાઝિલ અને નાઈજીરિયામાં જ શરૂ કરી છે અને એ પણ માત્ર એન્ડ્રોઈડથી ચાલતા ફોનમાં જ. અા એપથી અજાણ્યો કોલ કરનારનું નામ જ નહીં, તેનાં પ્રાઈવસી સેટિંગ ઓપન હોય તો તેનું શહેર, કંપની, વેબસાઈટ વગેરે વિગતો પણ ડિસ્પ્લે થશે.
 

You might also like