ફેસબુકમાં આંખના ઇશારે કરી શકાશે લોગ ઇન

અમદાવાદઃ ફેસબુક, ઈ-મેઈલ કે અન્ય વેબસાઈટ્સમાં લોગ-ઈન થવા માટે અાઈડી પાસવર્ડની પ્રથા વર્ષોજૂની છે, પરંતુ હવે જાપાનની કંપની કુજિત્સુએ અનોખી અાયરિશ ઓથેન્ટિફિકેશન સિસ્ટમ વિકસાવી છે. અા ટેક્નિક ઈન્ફ્રારેડ કિરણોની મદદથી અાપણી અાંખને સ્કેન કરે છે અને એની પેટર્નની મદદથી અાપણી ફેવરિટ વેબસાઈટમાં સીધું જ લોગ ઈન કરવાની સવલત અાપે છે.વાચકોને ખ્યાલ હશે જ કે માણસની ફિંગરપ્રિન્ટની જેમ તેની અાંખની અંદરની ડિઝાઈન પણ અનન્ય હોય છે. ફુજિત્સુના મોબાઈલનો ફ્રન્ટ કેમેરા અાપણી અાંખની પેટર્ન સ્કેન કરીને ફેસબુક જેવી લોગ ઈન કરી અાપે છે. અત્યારે સ્પેનના બાર્સેલોનામાં ચાલી રહેલી વર્લ્ડ મોબાઈલ કોન્ગ્રેસમાં અા ટેક્નિકને ડેમોન્સ્ટ્રેશન માટે મુકાઈ છે.

You might also like