ફેસબુકની ‘Earthquake Seftey Check’ નામની ફિચર સેવા 

નવી દિલ્હી : નેપાળમાં ભૂંકપને લીધે ભારે તારાજી થઇ છે જેના કારણે ત્યાં મોબાઇલ અને કોમ્યુનિકેશન સર્વિસ પ્રભાવિત થઇ છે. ભૂંકપના કારણે આશરે 2000થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો હજી પણ લાપત્તા છે. નેપાળમાં ભયાનક તબાહીના કારણે લોકો પોતાના સ્વજનનો સંભાળ લેવામાં વ્યસ્ત છે.લોકોની સલામતીની પુષ્ટિ કરવા માટે ફેસબુકે એક અનોખી મુહીમ શરૂ કરી છે. ફેસબુકે ‘Earthquake Seftey Check’ નામની ફિચર સેવા શરૂ કરી છે. જે ભૂંકપથી પ્રભાવિત લોકોને ઘણી મદદગાર સાબિત થઇ શકે છે. ફેસબુકના આ ફિચર દ્વારા ભૂંકપ પ્રભાવિતમાં સુરક્ષિત લોકો પોતાને સેફ બતાવી શકશે. આ સેફ્ટી એપ દ્વારા ભૂંકપથી સુરક્ષિત લોકો પોતાના લોકોના ખબર અંતર પણ પુછી શકશે.જો તમારો કોઇ મિત્ર જે તમારી સાથે ફેસબુક દ્વારા જોડાયેલો છે અને તેનો ફોન પર કોઇ સંપર્ક ન થઇ શકતો હોય ત્યારે આ સેફ્ટી ચેકના માધ્યમથી તમે તેના તથા અન્ય લોકોના સલામતીના ખબરઅંતર મેળવી શકો છો.

You might also like